ખેલૈયાઓની નવરાત્રી બગાડશે મેઘરાજાની એન્ટ્રી- મઘા નક્ષત્રમાં કહેર બનીને ત્રાટકશે વરસાદ

Predictions of Ambalal Patel: રાજ્યમાં વરસાદને લઇ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આવતીકાલથી દેશના ઉત્તરીય પૂર્વ ભાગોમાં હવામાનનો પલટો આવશે. 17 થી…

Predictions of Ambalal Patel: રાજ્યમાં વરસાદને લઇ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આવતીકાલથી દેશના ઉત્તરીય પૂર્વ ભાગોમાં હવામાનનો પલટો આવશે. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન(Predictions of Ambalal Patel) રાજયમાં વરસાદ વરસી શકે છે.

અંબાલાલ પટેલની વધુ એક આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, તારીખ 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયમાં સારો વરસાદ વરસી શકે છે. 26 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે તેમજ 26થી 31 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મઘા નક્ષત્રમાં અગસ્ત્યનો ઉદય હોવાથી 17થી 30 ઓગસ્ટ દરમિયાનનો વરસાદ ખેડૂતો સારો રહેશે.

રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થશે
અત્ર ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં પૂરતો વરસાદ થઇ ચૂક્યો છે અને આગામી દિવસોમાં છૂટાછવાયો વરસાદ થવાની સંભવના વ્યક્ત કરી છે. તારીખ 17થી 30 ઑગસ્ટ દરમિયાન થનારો વરસાદ ખેડૂતો માટે એક મહત્વનો સાબિત થશે. આ વરસાદનું પાણી સારું રહેશે અને પહેલાના જમાનામાં મઘા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરવામાં આવતું હતું. મઘા નક્ષત્રમાં થયેલ વરસાદથી ચણાનો પાક સારું થતું હોય છે તેમ પણ અંબાલાલ પટેલ કહ્યું છે.

સિઝનનો 80.69 ટકા નોંધાયો વરસાદ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો અનુસાર, રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ પડી ચુક્યો છે.

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.86 ટકા જળસંગ્રહ
રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,58,797 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 77.47 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.25 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.48 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.06 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 65.68 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.86 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *