ઉતરાખંડ અકસ્માતમાં ગુજરાતીઓના મોત પહેલાનો અંતિમ વીડિયો આવ્યો સામે- ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ભક્તિમાં લીન થયા ભક્તો

Uttarakhand Accident last video: રવિવારે ઉતરાખંડમાં મોટી દુર્ઘટના થવા પામી હતી. આ અકસ્માતે સમગ્ર ગુજરાતભરને હદમચાવી દીધું છે. તેમાં પણ ખાસ કરીને આ દુર્ઘટનામાં ભાવનગર જિલ્લાના સાત લોકોના મોત નીપજતા સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ચારધામ યાત્રાએ ગયેલા પતિ પત્ની, ભાઈ બહેન, અને મિત્રો મહાદેવની ભક્તિમાં લીન હતા. તે દરમિયાન બસ બેકાબૂ થઈને ખીણમાં ખાબકી હતી.(Uttarakhand Accident last video)

ઉતરાખંડમાં સર્જાયેલ અકસ્માત પહેલાંનો અંતિમ વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, બસમાં બેઠેલા દરેક યાત્રીઓ હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમાં લીન થયેલા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

મારી માહિતી અનુસાર, ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર રવિવારે મુસાફરોથી ભરેલી બસ જઈ રહી હતી. આ બસમાં ગુજરાતના 35 મુસાફરો સવાર હતા. દરેક મુસાફરો પોતાની મોજ મસ્તી સાથે હર હર મહાદેવ સાથે શંકર ભગવાનની ભક્તિમાં લીન હતા. બસમાં દરેક મુસાફરોને ગાઈડ લાઈન આપવામાં આવી રહી હતી. આ દરમિયાન બસમાં બેઠેલા શ્રદ્ધાળુઓને ક્યાં ખબર હતી કે, થોડીક જ વારમાં અકસ્માત સર્જાશે અને કાળનો ભેટો થઈ જશે. અચાનક બસ પરથી કાબુ ગુમાવ્યા બાદ બસ ખીણમાં ખાબકી હતી.

મૃતકોના નામની યાદી
આ અકસ્માતમાં ભાવનગર જિલ્લાના સાત લોકોના મોત થયા છે. જેમના નામ નીચે પ્રમાણે છે

1. ગીગાભાઈ ગજાભાઈ ભમર, ઉંમર 40, તળાજા, ભાવનગર

2. મીના કમલેશ્વર ઉપાધ્યાય, ઉંમર 52, ભાવનગર

3. અનિરુદ્ધભાઈ જોશી, ઉંમર 35, તળાજા, ભાવનગર

4. દક્ષા મહેતા, ઉંમર 57, મહુવા, ભાવનગર

5. ગણપત મહેતા, ઉંમર 61, મહુવા, ભાવનગર

6. કરણજીત પ્રભુજી ભાટી, ઉંમર વર્ષ 29, પાલિતાણા, ભાવનગર

7. રાજેશભાઈ મેર, ઉમર વર્ષ 40, મહુવા, ભાવનગર

મળતી માહિતી અનુસાર, સાતેય મૃતકો ભાવનગર જિલ્લાના રહેવાસી છે. હાલમાં સાતેય મૃતકોના મૃતદેહને એરપોર્ટ મોકલાયા છે. યાત્રીઓના મૃતદેહને ગુજરાત લાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. જે માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *