હાલમાં આખાં વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. કોરોનાનાં આવાં સમયમાં સરકાર દ્વારા મુખ્યત્વે 2 નિયમોનો અમલ કરવાં માટેનો આદેશ આપવામાં આવ્યો છે. માસ્ક ફરજીયાતપણે ફેરવું અને 2 વ્યક્તિ વચ્ચેનું અંતર પણ જાળવી રાખવું જોઈએ.
જેમાં માસ્ક વિના ફરી રહેલ લોકોને દંડ પણ ફટકારવામાં આવતો હોય છે. એવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી રહી છે. અમદાવાદ શહેરમાં આવેલ બોડકદેવ વિસ્તારમાં આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઉત્તર-પશ્ચિમ ઝોનની ઓફિસમાં માસ્ક વિના આવેલ સિક્યુરિટી ગાર્ડની ફરજ બજાવતા નજરે પડતાં જ તેની પાસે થી 21,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમને ટ્રેડ બુલ્સ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડને તેમના કર્મચારીઓને માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતાં. માસ્ક વિના ફરનારા લોકોની વિરુદ્ધ કોર્પોરેશને 500 રૂપિયાનો દંડ પણ વસુલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.