દીકરીનો જન્મદિવસ મનાવવા કેદી જેલ તોડીને ભાગ્યો પણ પોલીસે માત્ર 12 કલાકમાં કર્યું…

એક કિસ્સો પંજાબના ફરીદકોટમાં સામે આવ્યો છે, જ્યાં કેદી પોતાની પુત્રીને એટલો પ્રેમકરતો હતો કે તેણે જેલમાંથી ભાગી જઈને તેનો જન્મદિવસ ઉજવાવવાનું નક્કી કર્યું. જેલમાં…

એક કિસ્સો પંજાબના ફરીદકોટમાં સામે આવ્યો છે, જ્યાં કેદી પોતાની પુત્રીને એટલો પ્રેમકરતો હતો કે તેણે જેલમાંથી ભાગી જઈને તેનો જન્મદિવસ ઉજવાવવાનું નક્કી કર્યું. જેલમાં બંધ એક કેદીએ તેની દીકરીના જન્મદિવસની ઉજવણી કરવા જવા માટે જેલની દિવાલોને તોડી નાખી હતી અને છોકરીનો જન્મદિવસ મનાવવા માટે ભાગી છૂટ્યો હતો.

દુર્ભાગ્યવશ, કેદી તેના ઘરે પહોંચે તે પહેલાં જ, પોલીસે તેને પકડી પડ્યો હતો અને તેને ફરી પાછો જેલમાં લઈ આવવામાં આવ્યો હતો. આ કિસ્સો ફરીદકોટની મોર્ડન જેલનો છે. જ્યાં બલબીર સિંહ નામનાં કેદી સુરક્ષા જવાનોને ચકમો આપીને ભાગી છૂટ્યો હતો. કેદી ગુમ થયા પછી જેલના વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી.

જે પછી જેલ પ્રશાસને ફક્ત 12 કલાકમાં જ ફરી પછી કેદીને પકડ્યો હતો. જેલ પ્રશાસને જણાવતાં કહ્યું હતું, કે આ કેદી એક હુમલાનાં કેસમાં કુલ 2 વર્ષની સજા ભોગવી રહ્યો હતો. તેની ફરજ હોસ્પિટલના વોટર વર્કસમાં હતી. ત્યાં રહેલ સિક્યુરિટી સ્ટાફમાં ને ઉલ્લુ બનાવીને ભાગી ગયો હતો.

જેલ વહીવટીતંત્રએ જણાવતાં કહ્યું હતું કે, તેની ધરપકડ કર્યા બાદ, કેદીને ભાગવાનું વાસ્તવિક કારણ પૂછવામાં આવ્યું હતું, જેને સાંભળીને બધા જ ચોંકી ગયા હતા. ખરેખર તો, તે કેદી બલબીર સિંહની પુત્રીનો જન્મદિવસ હતો, જેની ઉજવણી કરવા તે જેલમાંથી ભાગી ગયો હતો.

આ મામલે જાણકારી આપતાં DSP હરપ્રીતસિંહે જણાવ્યું હતું, કે બલબીરસિંઘ મોગા જિલ્લાના ચૂગા ગામનો રહેવાસી છે. આગલાં દિવસે સવારે જ ફરી ધરપકડ કરાયેલ સુરક્ષા જવાનોને ચકમો આપીને તે ભાગી ગયો હતો. જ્યારે અમે પૂછપરછ કરી, ત્યારે અમને ખબર પડી, કે તેની પુત્રીનો જન્મદિવસ હતો, જેની ઉજવણી કરવા માટે તે જેલમાંથી ભાગી ગયો હતો. આ દરમ્યાન ફરજ પર હાજર કર્મચારીઓને બેદરકારી પૂર્વકની ડ્યુટીને લીધે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને તેમની સામે નવો કેસ પણ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *