કોરોનાવાયરસ ના સંકટ વચ્ચે ભારતે પાછલા અઠવાડિયે અમેરિકા ને મેડિસિન ઈમરજન્સી માટે મદદ કરી હતી. મદદ માંગતી વખતે ટ્રમ્પે મદદ નહીં કરે તો ચીમકી પણ આપી હતી. અને જ્યારે તેમને મદદ મળી ગઈ ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનીને કહ્યું હતું કે, અમે આ મદદ ને ક્યારેય નહી ભુલીએ. ત્યારે હવે યુએસના પ્રેસિડેન્ટ ટ્રમ્પે પોતાના આ વાયદા ને નિભાવવાનું શરૂ કરી દીધું હોય, તેવી રીતે સોમવારે અમેરિકન સાંસદ દ્વારા સૂચના આપવામાં આવી છે કે, ભારતને 155 મિલિયન ડોલર ના એક કરાર હેઠળ હારપૂન બ્લોક 2 ઍર લોન્ચ મિસાઈલ અને ટોરપીડો આપશે.
આ કરાર હેઠળ ભારતને 92 મિલિયન ડોલર કિંમતની 10 AGM-84L હારપૂન ઍર લોન્ચ મિસાઈલ, જ્યારે 64 મિલિયન ડોલરની કિંમતના ML54 રાઉન્ડ ટોરપીડો-3 MK 54 એક્સસાઈઝ ટોરપીડો મળશે. અમેરિકાના રક્ષા મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે કે, ભારત સરકાર તરફથી આ સંરક્ષણ હથિયારોની માંગણી કરવામાં આવી હતી. જેની અમેરિકાએ મંજૂરી આપી દીધી છે.
પેન્ટાગોન ના કહેવા અનુસાર હાડકું મિસાઈલ સિસ્ટમની મદદથી ભારત સમુદ્રી વિસ્તારોમાં સુરક્ષા વધારી શકશે. અમેરિકા આનો ઉપયોગ ઘણા મોરચે કરતું આવ્યું છે. પેન્ટાગોન નું કહેવું છે કે ભારત આનો ઉપયોગ ક્ષેત્રીય સંકટ અને નિવારવા માટે કરશે અને અમેરિકા સતત ભારતને સમર્થન આપતું રહેશે.
ભારત ને મળવા જનારી હારપુન નું નિર્માણ બોઇંગ દ્વારા કરવામાં આવશે. જ્યારે ટોરપીડો ને રેથિયોન કંપની દ્વારા બનાવવામાં આવશે. પેન્ટાગોન તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારત અને અમેરિકા પાછલા ઘણા સમયથી સારા મિત્રો છે. સુરક્ષાની દૃષ્ટિએ બંને દેશો આગળ પણ આવી રીતે પોતાની દોસ્તી ગાઢ બનાવશે.
સ્વાભાવિક રીતે ભારતના સમુદ્રી વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી ચાઇના પોતાની સામુદ્રિક શક્તિ વધારી રહ્યું છે, ત્યારે નવ સેનાને મળનારા આ ઘાતક હથિયારો હવે પાકિસ્તાન અને ચાઇના ને પરાસ્ત કરવા માટે પૂરતા છે. પેન્ટાગોન એ કહ્યું કે આ હથિયાર મળવાથી ભારતને પેસિફિક અને દક્ષિણ એશિયા માં રાજનીતિક સ્થિરતા, શાંતિ અને આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ શક્તિ મળશે.