ગુજરાતમાં 26મી માર્ચે વિધાનસભાની સીટ માટે ચુંટણી યોજાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં પહેલા ઉમેદવાર શક્તિસિંહ છે અને સાથે-સાથે બીજા ઉમેદવાર તરીકે ભરતસિંહ છે. આ રીતે ભાજપાના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન સાથે હવે ભરતસિંહ સોલંકીની સીધી જંગ થશે. એક ઈન્ટરવ્યૂમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વાત કરતા કહ્યું કે, જો કોંગ્રેસના ધારાસભ્યો તૂટે તો ભરતસિંહ સોલંકી હારી જશે.
હાલમાં કોંગ્રેસના બે ઉમેદવાર છે. માટે કોઈ એક માટે રસાકસી ચાલી રહી હશે. આ બાબતે અમિત ચાવડા કહે છે કે, હાલમાં શક્તિસિંહ ગોહિલ પહેલા ઉમેદવાર છે. તો ત્યાર બાદ ભરતસિંહ સોલંકી બીજા ઉમેદવાર છે. માટે બીજા ઉમેદવાર માટે રસાકસી રહેશે. એક ઈન્ટરવ્યૂમાં એવો સવાલ પૂછવામાં આવ્યો કે, જો ભરત સિંહ સોલંકી હારી જાય તો શું થશે? તે સવાલ પર અમિત ચાવડાએ જવાબ આપતા કહ્યું કે, ભરત સિંહ હારે તો પણ નિરાશાનો કોઈ સવાલ જ બનતો નથી. જોકે, અમારી ગણતરી પાક્કી છે. અમારા બંને ઉમેદવારો જીતશે. તેમણે કહ્યું કે, જો ભરતસિંહ હારશે તો પણ તેઓ નાખુશ થશે નહીં.
પહેલા તો કોંગ્રેસ દ્વારા એક જ ઉમેદવારને મૂકવાની વાત હતી પણ ગત મંગળવારે ઘણો હોબાળો થયો. અને ત્યાર બાદ તો ઉમેદવારો દિલ્હી પહોંચ્યા પછી ઘણો ટ્વીટ્સ આવી ગયો. આ અંગે તેઓ કહે છે કે, જયપુરમાં તમામ નેતાઓ અને ધારાસભ્યોના અભિપ્રાય લેવાની કવાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ તેનો રિપોર્ટ હાઈ કમાન્ડને સોંપવામાં આવ્યો. હાઈ કમાન્ડ કોઈ પણ નિર્ણય લે તે પહેલા અમે સ્થાનિક નેતૃત્વને વિશ્વાસમાં લીધા અને તેમને લઈને અમારી જે આશા હતી તેની રજૂઆત અમે કરી હતી. અમે કઈ રીતે જીતીશું તેની રણનીતિ પણ હાઈ કમાન્ડને જણાવી.
મળતી માહિતી અનુસાર, સંખ્યાબળને જોઈએ તો કોંગ્રેસ પાસે જરૂરી મત છે અને બીજા ઉમેદવાર પાસે ઓછા છે. તે બાબતે અમિત ચાવડા કહે છે કે, ભાજપાના ત્રીજા ઉમેદવાર અને કોંગ્રેસના બીજા ઉમેદવાર વચ્ચે હરીફાઈ છે. જેમાંથી અમારી પાસે વધારે મત છે. તેમની પાસે 31 છે તો અમારી પાસે 33 મત છે. તેના સિવાસ એનસીપી અન બીટીપીના મત તો વળી જુદા જ. હાઈ કમાન્ડ લેવલે અમારી તેમની સાથે વાતચીત ચાલી રહી છે. બીજા પણ ઘણાં સોર્સ છે. જેના દ્વારા મત હાંસલ કરીશું. જો ભાજપા કોંગ્રેસના વધારે સભ્યોને તોડવામાં સફળ રહી તો કોંગ્રેસ શું કરશે, તેનો જવાબ આપતા તેઓ કહે છે કે, ભારતીય જનતા પાર્ટીએ મીડિયા દ્વારા હાઉ ઊભો કર્યો છે. અમારા ધારાસભ્યો એકમત છે. અમે સાથે મળીને નિર્ણય લીધો છે કે બંને લડે અને અમારે અમારા બીજા ઉમેદવારને પણ જીતાડવાના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.