દુનિયા આખી ત્રાહિમામ છે પણ મોદી સરકારે Coronavirus અટકાવવા જે કાર્ય કર્યું એ અમેરિકાએ પણ નથી કર્યું

વિશ્વભરના દેશો કોરોના વાઈરસથી પીડાઈ રહ્યા છે. તેમાંથી ભારત પણ બાકાત નથી. હાલમાં વિશ્વભરની સરકાર કોરોનાથી પોતાના નાગરિકોને બચાવવા ઉપાયો શોધવામાં વ્યસ્ત છે. ત્યારે મોદી…

વિશ્વભરના દેશો કોરોના વાઈરસથી પીડાઈ રહ્યા છે. તેમાંથી ભારત પણ બાકાત નથી. હાલમાં વિશ્વભરની સરકાર કોરોનાથી પોતાના નાગરિકોને બચાવવા ઉપાયો શોધવામાં વ્યસ્ત છે. ત્યારે મોદી સરકારે કોરોના વાઈરસથી દેશવાસીઓને બચાવવા માટે જે કામગીરી કરી છે. તે ખરેખર બિરદાવવા લાયક છે. શા માટે મોદી સરકાર કોરોના વાઈરસ થી લડવામાં અન્ય દેશો કરતા આગળ છે, તે કોરોનાગ્રસ્ત દેશોના આંકડાઓ જ જણાવે છે.

હાલમાં જ વિપક્ષ દ્વારા મોદી સરકાર કશું કરી નથી રહી તેવો આક્ષેપ કરાયો હતો ત્યારે વિપક્ષે પણ આ વિચારવું રહ્યું કે અન્ય દેશની માફક ભારતમાં રોગચાળો ફેલાવતા અટકાવવામાં મોદી સરકાર સૌથી વધુ સફળ રહી છે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ તમામ આરોગ્ય વીમા કંપનીઓને તાત્કાલિક અસરથી મુશ્કેલીઓ ટાળવા માટે કોરોનાવાયરસ (COVID -19) માટે તબીબી કવર પ્રદાન કરવાની સલાહ આપી છે. IRDAIએ આ અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.

દેશનું નામ પ્રથમ અઠવાડિયાના કેસ બીજા  અઠવાડિયાના કેસ ત્રીજા અઠવાડિયાના કેસ ચોથા અઠવાડિયાના કેસ પાંચમાં અઠવાડિયાના કેસ
અમેરિકા 2 105 613
ફ્રાંસ 12 191 653 4499
ઈરાન 2 43 245 4747 12729
ઇટાલી 3 152 1036 6362 21157
સ્પેન 8 674 6043
ભારત 3 24 126

 

કોરોના વાયરસના વિશ્વભર માં નોંધાયેલા કેસના આંકડાઓ અહિયાં પ્રથમ કેસ નોંધાયા ત્યારથી થી ૧૫ માર્ચ સુધીના આંકડાઓ અપાયા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, ભારતમાં આ વાઈરસ ને ફેલાતો અટકાવવા માટે થઇ રહેલા પ્રયાસો ખરેખર સાર્થક નીવડ્યા છે. દેશભરના અસરગ્રસ્ત રાજ્યોમાં આગમચેતીના રૂપે શાળા- કોલેજો બંધ કરવામાં આવતા આ રોગચાળાને ફેલાતો અટકાવવામાં ખુબ સફળતા મળી છે.

ગઈકાલે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે તેઓ ૧૯મી માર્ચના રોજ સાંજે ૮ કલાકે દેશને સંબોધિત કરશે ત્યારે સૌ દેશવાસીઓ આ સંબોધનમાં શું હશે તેની અટકળો લગાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *