આજ રોજ તારીખ 30-06-2020 ને મંગળવારના રોજ સાંજના 4 વાગ્યે એટલે કે થોડા જ સમયમાં લાઇવ આવના છે, અને મોટી જાહેરાત કરશે એવા સંકેતો દેખાઈ આવ્યા છે, આ સમય વચ્ચે ભારતના ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને મોદી શું જાહેરાત કરશે તેના સંકેતો આપ્યા હતા.
ખરેખર વર્તમાન સમયમાં કોરોનાની સંખ્યા વાયુવેગે વધી રહી છે, અને કોરોના બેકાબુ બની ગયો છે. આજે જો સૌથી વધુ જરૂરિયાત હોય તો એ છે લોકડાઉનની. કારણ કે ભારતના મોટા ભાગના લોકોનું માનવું છે કે જો ભારત માંથી કોરોના દુર કરવો હોય તો દેશને ફરીવાર લોકડાઉન કરવો જ પડશે.
વર્તમાન સમયમાં ગુજરાતથી લઈને મોટા મોટા વિવિધ રાજ્યોમાં દિવસેને દિવસે કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેને નિયંત્રણ કરવો હાલ ખુબ ગંભીર સાબિત થઇ રહ્યો છે, હાલના સમયમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને મોદી શું જાહેરાત કરશે તેના સંકેતો આપ્યા હતા.
પ્રધાનમંત્રી આજે સમગ્ર દેશને સંબોધિત કરવા જઈ રહ્યા છે જેને લઈ દરેક લોકો આતુર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શું બોલશે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક ટ્વિટ કરી છે. અમિત શાહે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, તમે લોકો ચાર વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન જરૂરથી સાંભળો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરવા જઈ રહ્યા છે તેને લઈ દરેક વ્યક્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા મુદ્દે વાત કરશે તે વિચારી રહ્યું છે. દરેક વ્યક્તિના મનમાં સવાલ છે કે પ્રધાનમંત્રીની પ્રાથમિકતા શું હશે. એલએસી ખાતે ચીન સતત ભારતીય સેનાને છંછેડી રહ્યું છે તો તેને પાઠ ભણાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ યોજના રજૂ કરશે કે કોરોના મામલે કોઈ મોટી જાહેરાત કરશે વગેરે સવાલો થઈ રહ્યા છે.
IMPORTANT!
I appeal everyone to tune in to Prime Minister Shri @narendramodi ji‘s address to the Nation at 4 PM today. pic.twitter.com/Bvet4iIE1D
— Amit Shah (@AmitShah) June 30, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news