કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, બપોરે ભાજપના ચાણક્ય અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા બંધ બારણે એક કલાક સુધી બેઠક કરવામાં આવી હતી. આ સાથે જ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ અને આ બેઠકને લઈ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે.
આ ઉપરાંત અમિત શાહની ગુજરાતના રાજ્યપાલ સાથેની સૌજન્ય મુલાકાતને રાજકીય વર્તુળોમાં ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. જેથી આ મુલાકાત પછી આવનારા દિવસોમાં ગુજરાત સરકારમાં તથા રાજકીય ક્ષેત્રે મહત્વના ફેરફાર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી…!
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં રાજકીય ઉથલપાથલની ચર્ચાઓ વચ્ચે સર્કિટ હાઉસમાં મુખ્યમંત્રી રૂપાણી, અમિત શાહ તથા નીતિન પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી. ત્યારબાદ તેઓએ સાથે ભોજન પણ લીધુ હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પણ અમિત શાહ દ્વારા બેઠક કરવામાં આવી હોવાની વાતથી ભાજપમાં ચર્ચાઓ તેજ બની ગઈ હતી. ખાસ કરીને અને હાલમાં ‘આપ’ના આગમન તથા પાટીદાર ફેક્ટરના મામલે અમિત શાહ અને નીતિન પટેલ વચ્ચની ચર્ચા બહુ મહત્વની પુરવાર થઈ શકે છે.
જ્યારથી(12 જૂન) ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળી ત્યારથી રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે. તેમાં પણ પાટીદારોને આ બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાતના આગામી મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઇએ અને આમ આદમી પાર્ટી ત્રીજો વિકલ્પ બની શકે છે. નરેશ પટેલનો આ સંકેત 2022ની વિધાનસભા ચૂંટણીના નવા સમીકરણોનો સંકેત આપે છે.
આ ઉપરાંત આ રાજકીય હલચલ વચ્ચે જ 14 જૂને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન વિધાનસભા ચૂંટણી 2022ના સમીકરણો અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. માત્ર એટલું જ નહીં, ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દ્વારા પણ ભાજપ સંગઠન અને સરકારના આગેવાનો સાથે બેઠકો યોજવામાં આવી હતી. જેમાં હાલની રાજકીય પરિસ્થિતિ સંદર્ભે ગંભીરતાથી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ 12થી 14 જૂનના ગાળામાં જ રાજકીય પક્ષોએ 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની શરૂઆત કરી હોવાની સંકેતો મળ્યા હતા.
તો બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાત આવનારા દિવસોમાં મોટી રાજકીય હલચલ થઇ રહી હોવાના સંકેત આપી રહી છે. સૂત્રો અનુસાર જે અનુભવી નેતાઓ સાથે પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દ્વારા બેઠક યોજવામાં આવી હતી ત્યારે તેમણે સ્પષ્ટ પૂછ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પર્ફોમન્સ, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું કાર્ય કરવાની શૈલી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પ્રદેશ નેતૃત્વ કેવું? પ્રભારીએ ત્યાં સુધી પૂછ્યું હતું કે, આપની ગુજરાતમાં અત્યારની સ્થિતિ અને આગળ શું થઇ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.