Amreli News: અમરેલીમાં ફરી એકવાર લોહીના સંબંધો લજવાયા(Amreli News) છે.અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટીંબી ગામમાં રહેતા 28 નરસિંહભાઈ સરવૈયા અને તેમના સગા નાના ભાઇ 23 વર્ષીય હરજીભાઈ સરવૈયા વચ્ચે મારા મારીનો બનાવ બન્યો હતો.જેમાં નાના ભાઈએ સગા મોટાભાઈની હત્યા કરી છે. ત્યારે પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરીછે.
પોતાનું જ લોહી બન્યું દુશ્મન
આજના યુગમાં સહનશક્તિ ખૂબ જ ઘટી ગઈ છે. સાથે સાથે ગુસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. નાની નાની બાબતોમાં લોકો એકબીજાના જીવ લેવા પર ઉતરી આવે છે. આવી જ એક ઘટના અમરેલીમાંથી સામે આવી છે.જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં રહેતા 28 વર્ષીય નરસિંહભાઈ સરવૈયા અને તેમના સગા નાના ભાઇ 23 વર્ષીય હરજીભાઈ સરવૈયા વચ્ચે મારા મારીનો બનાવ બન્યો હતો. જેમાં આરોપી હરજીએ મૃતક નરસિંહભાઈ પાસે બાઇક માંગી હતી,જે તેમાં ભાઈએ આપવાની ના કહેતા તેનું મનદુઃખ રાખી મૂંઢ માર માર્યો અને પકડી જમીનમાં નીચે પટકાવતા મોત થયું હતું.જ્યારે આ ઘટના બાદ મૃતકની લાશ ભાવનગર ફોરેન્સિક રિપોર્ટમાં મોકલતા રિપોટમાં માથાના ભાગે ઇજાઓ થયાનું આવતા નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં આરોપી સગા ભાઈ સામે 302 મુજબ હત્યાનો ગુન્હો નોંધાતા ચકચાર મચી ગઇ હતી.
હત્યારની કરવામાં આવી ધરપકડ
આ ઘટના અંગે નાગેશ્રી પોલીસને જાણ થતા નાગેશ્રી પોલીસએ આરોપીની ધરપકડ કરી આરોપીની પૂછ પરછ કરવામાં આવી હતી.તેમજ બાઇકની સામાન્ય તકરારમાં મામલો હત્યા સુધી પોહચી જતા હવે નાગેશ્રી પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.તેમજ આ ઘટનામા અન્ય કોઈ કારણ છે કે કેમ? તે દિશામાં પણ પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારનિ ઘટના બની ચિંતાનો વિષય
આજકાલ આવી ઘટના જણાવી રહી છે લોહીના સબંધ પર ગુસ્સો હાવી થઈ રહ્યો છે. અને ક્ષણ ભરનો ગુસ્સો જીવ લેવા પર ઉતરી આવે છે. તે ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે. કારણ કે ઘણા દિવસોથી આવી મોટી ઘટનાઓ સામે આવી રહી છે જ્યાં લોકો નાની નાની બાબતોની પરવા કરતા નથી. તેઓ ગુસ્સામાં એકબીજાને મારી નાખે છે. આ પ્રકારની ઘટના માત્ર શહેરોમાં જ નથી બની રહી પરંતુ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ બની રહી છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App