ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી આવે એટલે નેતાઓ વોટ માંગવા માટે આવી જાય છે. પરંતુ એક વખત ચૂંટણી જીત્યા બાદ ફરકતા પણ નથી. તેને કારણે અનેક મુશ્કેલીઓથી પીડાતા મતદારો(voters) ચૂંટણી આવે એટલે ઉમેદવારો પર રોષ ઠાલવતા નજરે ચડે છે. ત્યારે આ પ્રકારનો કડવો અનુભવ અમરેલી(Amreli) ભાજપ(BJP)ના ઉમેદવાર જે.વી. કાકડીયા(J. V. Kakadiya)ને થયો હતો. વિરોધ થતા ની સાથે જ તેઓને અધૂરી સભા છોડીને બહાર નીકળી જવું પડ્યું હતું.
મળતી માહિતી અનુસાર ધારી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર જેવી કાકડિયાને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાત કરવામાં આવે તો ધારી ના કાગદડી અને ખાંભાના દાઢીયાળી ગામમાં પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવારનો વિરોધ થયો હતો. જેને કારણે ઉમેદવારને અધૂરી સભા છોડીને જ બહાર નીકળવું પડ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતો હોય પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગઈકાલે પ્રચાર દરમિયાન બનેલી ઘટના સામે આવી છે. ત્યારે હવે 2022 માં ફરી વિરોધ નો સુર ઉઠતા અને સમર્થન નહીં મળતા ભાજપની ચિંતામાં વધારો થયો છે.
ભાજપના ઉમેદવાર જેવી કાકડિયા નો ગામમાં જેવો પ્રવેશ થયો તેવો જ લોકો તેમને ઘેરી વળ્યા હતા. જેને કારણે જેવી કાકડિયા ને અધુરી સભા છોડીને જવાની ફરજ પડી હતી.મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં હંમેશા ભાજપ માટે કપરા ચઢાણ રહ્યા છે. આટલું જ નહીં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો સાથ મળતો રહ્યો છે પરંતુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ભાજપ માટે હંમેશા મુશ્કેલ સાબિત થયા છે. ત્યારે જો ફરી 2017 ની જેમ પુનરાવર્તન થશે તો ભાજપ બે આંકડામાં સમાઈ શકે છે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.