Amreli Liliya Love Story Emotional End: અમરેલી(Amreli) જિલ્લાના લીલીયા (Liliya)માંથી કાળજુ કંપી ઊઠે તેઓ કિસ્સો સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો ફક્ત 21 વર્ષની ઉંમર અને પાંચ મહિના અગાઉ કોર્ટમાં જઈ લવ મેરેજ (Love marriage) કર્યા હતા. 12 મેની સાંજે પતિને હાર્ટ એટેક (Heart attack) આવતા મૃત્યુ થયું હતું. પતિના મૃત્યુ થયાના બીજા દિવસે સવારે સાત વાગ્યે સમાચાર મળતા અડધા કલાકની અંદર જ પ્રિન્સીએ સાસરીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide in Amreli) કરી લીધો હતો.
મળતી માહિતી અનુસાર અમરેલીના લીલીયામાં રહેતા ધર્મેશ તેમના ઘરની પાછળની શેરીમાં રહેતી પ્રિન્સી સાથે પ્રેમ સંબંધ શરૂ થયો હતો. પ્રિન્સી ધર્મેશ ને એટલી હદે પ્રેમ કરતી હતી કે, ધર્મેશની ભૂતકાળમાં બંને કિડની ફેલ હોવા છતાં પણ તેના માતા-પિતા વિરુદ્ધ જઈને ધર્મેશ સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. ધર્મેશ અને પ્રિન્સી એકબીજાને મેળવવા માટે પરિવાર સાથે ઝઝૂમી લીધું હતું. પરંતુ હવે આ પ્રેમ કહાની નો કરુણ અંત આવ્યો છે.
ધર્મેશ ના પિતા વિનુભાઈ રાઠોડ એ જણાવતા કહ્યું હતું કે, મારા પરિવારમાં પત્ની, ચાર દીકરી અને એક દીકરો હતો. ચારેય દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે મારા દીકરા ધર્મેશ એ લીલીયામાં જ રહીને 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. અને તેને 15 વર્ષની ઉંમરે અચાનક તાવ આવતા તેનો રિપોર્ટ કરાવ્યો હતો ત્યારે ખબર પડી હતી કે તેને ડેન્ગ્યુ થયો છે અને ડોક્ટરે કહ્યું હતું કે ધર્મેશને બંને કિડની ડેમેજ થઈ ગઈ છે.
ત્યારબાદ ધર્મેશ ને અમદાવાદ લઈ જવાની ડોક્ટરે સલાહ આપી હતી. અમદાવાદના ડોક્ટરે શરૂઆતમાં દવા આપી હતી અને કહ્યું જો આ દવાથી કોઈ ફરક ન પડે તો બીજી કિડની નાખવી પડશે. ત્યારે તેના મા બાપે કહ્યું હતું કે જરૂર પડે તો અમારા બંનેમાંથી કોઈ એકની કિડની તમે લગાવી દો.
આ સમય દરમિયાન અમદાવાદમાં છ મહિના સુધી ધર્મેશ ની સારવાર ચાલી હતી. ધર્મેશ માટે તેમની માતાએ કિડની આપી અને તે સામાન્ય જીવન જીવવા લાગ્યો હતો. ધર્મેશ ના પિતાએ વધુમાં જણાવતા કહ્યું છે કે, આ વાતને દસ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે, ધર્મેશ ને હવે કોઈ તકલીફ ન હતી અને તેની દવા પણ ચાલુ ન હતી.
ધર્મેશના પિતાએ હાર્ટ એટેક આવ્યો તે પહેલાં શું ઘટના બની હતી તે અંગે વાતચીત કરતા કહ્યું હતું કે, 12 મી તારીખે સાંજે ધર્મેશ ને હાર્ટ એટેક આવ્યો હતો અને એ પહેલા મારા ખેતરના શેઢે સિમેન્ટનો એક નાનકડો થાંભલો છે જેનો ઉપયોગ ફેન્સીંગ કરવા માટે થાય છે. અને અમારી બાજુમાં રમેશભાઈનું ખેતર છે તે લોકો અમારા ઘરે ઝઘડો કરવા આવ્યા અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા. આ સમય દરમિયાન પ્રિન્સિએ ધર્મેશ ને ફોન કર્યો એટલે તે ઘરે આવ્યો હતો. ત્યારે રમેશ ટ્રેકટર પરથી ઉતરીને ધર્મેશ ને મારવા માટે દોડ્યો હતો. રમેશે ધર્મેશ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તેણે એ થાંભલો તોડી નાખ્યો છે પરંતુ ધર્મેશ ના પિતાએ કહ્યું હતું કે મારા દીકરાએ થાંભલો તોડ્યો નથી.
વધુમાં ધર્મેશ ના પિતાએ કહ્યું કે આ સમયે હું ઘરે હાજર ન હતો. પરિવારના લોકોએ જણાવ્યું કે જો તમને નુકસાન થયું પણ હશે તો અમે ભોગવી લઈશું. આ જ સમય દરમિયાન ધર્મેશ એ મને ફોન કરીને કહ્યું હતું કે પપ્પા તમે જલ્દી ઘરે આવો. બસ તે ફોન પર આટલું જ બોલ્યો અને તેને હાર્ટએટેક આવ્યો હતો. હું હેલ્લો હેલ્લો કરતો રહ્યો પણ ધર્મેશ નો અવાજ જ ન આવ્યો.
સમગ્ર ઘટના અંગે પીએસઆઇ સિધ્ધરાજસિંહ ગોહિલ દ્વારા કેટલાક લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા તેના આધારે જાણવા મળ્યું છે કે, ધર્મેશ એ પાંચ મહિના પહેલા લવ મેરેજ કર્યા હતા. ધર્મેશ ને હોસ્પિટલ લાવ્યા ત્યારે તેના કેટલાક મિત્રો પણ તેની સાથે હતા. આ દરમિયાન આ લોકોને ધર્મેશ ની પત્ની ફોન કરીને કહેતી હતી કે ધર્મેશ ને શું થયું છે? તમે તેને વીડિયો કોલ મારફતે બતાવો. નહીં તો હું મરી જઈશ, નહિ જીવું. એટલે ધર્મેશના મિત્રએ ખોટું કહ્યું હતું કે તેની તબિયત સારી છે.
પીએસઆઇ સિધ્ધરાજસિંહ ગોહિલે પ્રીન્સીના મૃત્યુ અંગે માહિતી વર્ણવતા કહ્યું હતું કે ધર્મેશ ની બહેન આગલા દિવસે એટલે કે 11 મે ના રોજ તેમની સાસરીમાં ગઈ હતી. બાર મે ના રોજ સાંજે ધર્મેશ ને હાર્ટ એટેક આવ્યો હતો અને 13 મેનના રોજ વહેલી સવારે ઘરે આવી હતી અને રડવા લાગી હતી. જેને કારણે ધર્મેશ ની પત્નીને પણ તેના પતિના મૃત્યુ અંગેની જાણ થઈ ગઈ હતી. આ દરમિયાન ધર્મેશ ના માતા વાડામાં ગાયને ચારો નાખવા માટે ગયા હતા ત્યારે પ્રિન્સિએ જે ડ્રેસ પહેર્યો હતો તેના જ દુપટ્ટા ને એક હુકમાં ફસાવી જીવનનો કરુણ અંત આણ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.