બોટાદના ઢસા ગામે સર્જાયો ધ્રુજાવી દેતો અકસ્માત, માતા-પુત્રનું દર્દનાક મોત- હિંમતવાળા જ જોજો આ દ્રશ્યો

Botad Accident News: ગુજરાતમાં અવારનવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે ફરી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સૌરાષ્ટ્રમાંથી સામે આવી છે. જો વાત કરવામાં આવે તો બોટાદ(Accident in Botad) ના ઢસા (Accident in dhasa) ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં માતા-પુત્રના દર્દનાક મોત થયા છે.

મહત્વનું છે કે, ગઢડાના ઢસા ગામે રાજકોટ રોડ પર ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. મળી રહેલી પ્રાથમિક વિગતો અનુસાર, આ કાળજું કંપાવી દે તેવી દુર્ઘટનામાં માતા અને પુત્રના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ સાથે બંને મૃતકો ઢસા જંકશન ગામના હોવાનું પણ જાણવા મળ્યું છે.

બોટાદ-ગઢડાના ઢસા ગામે રાજકોટ રોડ પર અકસ્માતની ઘટના સામે ચકચાર મચી જવા પામી છે. ઢસા ગામે કાર અને એક્ટિવા વચ્ચે કાળમુખો અકસ્માત સર્જાતા માતા અને પુત્રના કરુણ મોત નિપજ્યા હતા. પ્રાથમિક વિગતો અનુસાર, પુરપાટ ઝડપે આવતી કારે એક્ટિવા ચાલકને પાછળથી જોરદાર ટક્કર મારતાં આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, માતા અને પુત્ર એક્ટિવા લઈને લૌકિકના કામે જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં 108ની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

એક સાથે માતા અને પુત્રનું કરુણ મોત થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. વાત કરવામાં આવે તો બેફામ વાહનો ચલાવી રહેલા લોકો પોતાના જીવને તો જોખમમાં મુકે જ છે સાથે અન્ય નિર્દોષ લોકો પણ આ અકસ્માતનો ભોગ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *