હાલમાં એક ખુબ ગંભીર સમાચાર સામે આવ્યા છે. સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારીના 3 કેસ હાલમાં સામે આવ્યા છે કે, જેમાં ધૈર્યરાજની 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શન પછી સારવાર થઈ છે. જ્યારે અન્ય એક બાળક વિવાન વાઢેરનું 16 કરોડ રૂપિયા ભેગા થાય એના પહેલા જ મોત થયું હતું.
હાલમાં ભરૂચના પાર્થ પવાર નામના બાળકને આ બીમારી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ બધાની વચ્ચે અમરેલીના બાબરા તાલુકાના 2 બાળકો લીંબ ગર્ડલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની દુર્લભ બીમારીથી પીડિતા હોવાનું સામે આવ્યું છે. આ બીમારીમાં કમરથી નીચેનો ભાગ કામ કરવાનું બંધ કરી દે છે.
આ બીમારી 6 વર્ષની ઉંમર પછી બાળકમાં દેખાવા લાગે છે કે, જેમાં શરીરના અંગો કામ કરતા બંધ કરી દે છે. કમનસીબે આ બીમારીનો ઈલાજ તેમનો પરિવાર હજુ સુધી શોધી શક્યો નથી. આ બાળકોની શારીરિક સ્થિતિ દિવસેને દિવસે કથળતી જઈ રહી છે.
અમરેલીમાં આવેલ બાબરામાં 7 વર્ષીય ઋષભ ટાંક તથા 8 વર્ષીય હેપ્પિન ડાબસરા આ બીમારીનો ભોગ બન્યા છે. આ બંને બાળકો અલગ અલગ પરિવારના છે પણ બન્ને એકસરખી બીમારીથી પીડાઈ રહ્યા છે. જયભાઈ તથા મનીષાબેન ટાંકનો એકનો એક દીકરો ઋષભ આજથી 8 મહિના અગાઉ એક તંદુરસ્ત બાળકની જેમ મોટો થઇ રહ્યો હતા.
અચાનક જ તેના પગમાં તકલીફ શરુ થતા બીમારી વધવા લાગી હતી. હાલમાં આ બાળક મહામુશ્કેલીથી ચાલી શકે છે. ઋષભ જો કોઈ જગ્યાએ બેસી જાય તો જાતે ઊભો થઈ શકતો નથી. તેના માતાપિતાના જણાવ્યા આ બાળકની બીમારીના ઈલાજ માટે તેઓએ ખુબ દોડાદોડી કરી છે પણ સફળતા મળી નથી.
ટાંક પરિવારના એકના એક વ્હાલસોયા દીકરાને બીમારી થતા સમગ્ર પરિવાર તૂટી ગયો છે. ઋષભના દાદા દિનેશભાઈ ટાંક તથા દાદી લાભુબેન ટાંકની આંખમાંથી આંસુ સૂકાતા નથી. મમ્મી-પાપા પોતાના આંસુઓ છૂપાવીને હિંમતપૂર્વક દીકરાના ઈલાજની શોધમાં ભટક્યા કરે છે.
ઋષભની સારવાર માટે રાજકોટના ડૉકટર તરૂણ ગોંડલીયાએ પરિવારને મુંબઈમાં આવેલ હિન્દુજા હોસ્પિટલ તથા બેંગલુરુની એક હોસ્પિટલમાં સારવાર મોકલ્યો હતો. જો કે, આ બંને હૉસ્પિટલના તબીબોએ આ રોગની કોઈ સારવાર ન હોવાનું કહ્યું હતું.
બીજો બાળક હેપ્પિન ડાબસરા બગસરા તાલુકાના પીઠડીયા ગામનો રહેવાસી છે. આ બીમારી અમલ થતા હાલમાં તે પોતાના મામાના ઘેર તેમના નાનાની દેખરેખ હેઠળ બાબરા રહે છે. હેપ્પિનની ઉંમર 8 વર્ષની છે. એક વર્ષ અગાઉ તે પણ એક નોર્મલ બાળકની જેમ જીવન જીવતો હતો. છેલ્લા 1 વર્ષમાં તેની કમરથી નીચેનો ભાગ ધીરે-ધીરે કામ કરતા બંધ થઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.