મોંઘવારીની વધુ એક થપાટ! અમૂલે દૂધના ભાવમાં કર્યો તોતિંગ વધારો- જાણો કયા દૂધનો કેટલો થયો ભાવ

Amul Milk Price Hike: સામાન્ય જનતા પર મોંઘવારી વધુ એક થપાટ પડી છે. વાત કરવામાં આવે તો અમુલ દ્વારા દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, અમુલ દ્વારા અમૂલ પાઉચ મિલ્ક (તમામ પ્રકાર) ના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા એક થી ત્રણ નો વધારો ઝીંકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ ભાવવધારો અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા-આણંદ, નર્મદા સહિતના સમગ્ર રાજ્યમાં લાગુ પડશે.

મહત્વનું છે કે, 13 મહિનામાં ત્રીજી વાર અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલની ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાન્ડમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

આજથી અમૂલ દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો:
અમુલ સ્ટાન્ડર્ડ દૂધ( ૫૦૦મીલી.)નવો ભાવ રૂપિયા ૨૮ થી હવે રૂપિયા ૨૯ રહેશે. અમૂલ બફેલો દૂધ(૫૦૦મીલી.)નવો ભાવ રૂપિયા ૩૨ થી હવે રૂપિયા ૩૪ રહેશે. અમૂલ ગોલ્ડ દૂધ(૫૦૦મીલી.)નવો ભાવ રૂપિયા ૩૧ થી હવે રૂપિયા ૩૨ રહેશે. અમૂલ ડીટીએમ(સ્લીમ અને ટ્રીમ)દૂધ (૫૦૦મિલી) રૂપિયા ૨૨ થી હવે રૂપિયા ૨૩ રહેશે. અમૂલ ટી સ્પેશિયલ (૫૦૦મિલી) રૂપિયા ૨૯ થી હવે નવો ભાવ રૂપિયા ૩૦ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી તરફ ગઈકાલે અમૂલ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો ભાવ વધારો ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એટલે કે, હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂપિયા 800થી વધીને રૂપિયા 820 ચૂકવવામાં આવશે. આ સાથે દૂધ ભરતા સભાસદોને અકસ્માત વીમો પણ આપવાની જાહેરાત  કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *