આજકાલ ગરમી પારો આસમાને ચડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. તડકાથી બચવા માટે મહિલાઓ દ્વારા ઓઢણી બાંધવામાં આવે છે પરંતુ આ ઓઢણી ઘાતક પણ સાબિત થઈ શકે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે જેમાં જિલ્લાના ચુડા પાસેના કુંડલા ગામે રહેતી 18 વર્ષની યુવતી તડકાથી બચવા માથે ચૂંદડી ઓઢી, હલર મશીન પાસે કામ કરી રહેલા પિતાને પાણી આપવા ગઇ હતી.
આ દરમિયાન અચાનક ચૂંદડી મશીનની ચેઇનમાં ફસાઈ જતા યુવતી તેની સાથે ખેંચાઈ ગઈ અને માથું ધડાકાભેર અથડાતાં ગંભીર ઇજા પહોચી હતી અને ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું છે. હાલ યુવતીના મૃતદેહને પોલીસ દ્વારા PM માટે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુંજબ કુંડલામાં યુવતી તેના પિતા સુરેશભાઇ પશવાભાઇ વનાણીને ગઈ સાંજે 4:30 વાગ્યે વાડીએ હલર મશીન પાસે કામ કરતાં હતાં ત્યારે જયા તેને પાણી આપવા આવી હતી. તડકાથી બચવા તેણે ચૂંદડી ઓઢી રાખી હતી.
પાણી આપવા હાથ લંબાવતાં ચૂંદડીનો છેડો ઉડીને મશીનમાં ફસાયો હતો અને એ સાથે તે ખેંચાઇ ગઇ હતી અને માથું મશીનમાં અથડાતાં ગંભીર ઇજા થઇ હતી. જયાને માથામાં ગંભીર ઇજા થતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સિવિલમાં સારવાર દરમિયાન આજે મૃત્યુ પામતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સારવાર સફળ ન નિવડતાં તેણે દમ તોડી દીધો હતો. રાજકોટ પોલીસ દ્વારા પ્રાથમિક કાર્યવાહી કરી મૃતદેહ PM માટે ખસેડી કાગળો ચુડા પોલીસને મોકલવા તજવીજ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જયા બે ભાઇ અને બે બહેનમાં ત્રીજી હતી. યુવાન દિકરીના મોતથી પરિવારજમાં શોકની લાગણી છવાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.