હાલમાં એક ખુબ ગર્વની લાગણી અનુભવાઈ એવી જાણકારી સામે આવી રહી છે. રાજ્યમાં આવેલ ગોંડલમાં રહેતા ફક્ત 8 વર્ષીય વંદનના 38 વર્ષીય પિતા તુષારભાઈ ઠુમરનું હૃદયરોગના હુમલાને લીધે નિધન થયું હતું. સવારમાં દુકાન પર ગયેલા તુષારભાઈ બપોરે ઘરે આવીને આરામ કરવાં માટે જમીન પર સૂતા હતાં.
અચાનક જ છાતીમાં દુખાવો ઉપાડતાં પત્ની તથા દીકરા-દીકરીને પાસે બોલાવીને થોડી જ ક્ષણોમાં હૃદયરોગના જીવલેણ હુમલાએ એમના પ્રાણ લઈ લીધા હતાં. તુષારભાઈ તેમજ એમના પત્ની એમ બંને BAPS સંસ્થાના કાર્યકર તરીકે ફરજ બજાવતાં હતાં.
નાનો એવો બાળક વંદન પણ બાળ સંસ્કાર કેન્દ્રમાં જાય છે. પરિવાર પર અચાનક આવી પડેલ દુઃખથી હતપ્રભ થઈ ગયેલા તુષારભાઈના પત્ની તુષારભાઈના પાર્થિવ શરીર પાસે આક્રંદ કરતા હતા ત્યારે નાનકડો વંદન એના મમ્મી પાસે ગયો હતો. માતાની આંખોના આંસુ લૂછતાં આ બાળક એના મમ્મીને કહે છે કે, મમ્મી આપણે બધા સત્સંગ કરીએ છીએ, સભામાં જઈએ છીએ. જો આવા સમયે આપણે સમજણ ન રાખીએ તો સત્સંગનો શુ અર્થ ?
પપ્પા ગયા એટલે દુઃખ તો થાય પણ એ ભગવાનના ધામમાં જ ગયા છે એ સમજીએ તો દુઃખ હળવું થઈ જાય.” વંદન એની બહેનની સાથે સ્મશાને ગયો હતો તેમજ બહેન અને ભાઈ એમ બંનેએ પિતાને અગ્નિદાહ આપ્યો હતો. ઘરે પાછાં આવીને બંને ભાઈ બહેને મમ્મીને સમજાવીને જમાડ્યા હતાં. બે દિવસ બાદ મકરસંક્રાંતિનો તહેવાર આવ્યો.
તુષારભાઈ દર વર્ષે મંદિર માટે આજના દિવસે ઝોળી માંગવા માટે જતા હતાં. વંદને આ વાત યાદ કરીને જણાવ્યું કે, પપ્પાનું આ કામ આપણે ચાલુ રાખવું છે. કોરોનાને લીધે બહાર તો ન જઇ શકાય પણ આ દુઃખદ પ્રસંગે ઘરે જે મહેમાનો આવ્યા હોય એમની પાસે આ બાળકે ઝોળી માંગીને એમના મમ્મીને જણાવ્યું હતું કે, તમે ઘરે જે મહિલાઓ આવ્યા છે એમની પાસે ઝોળી માંગો. બંને મા-દીકરાએ ઝોળીમાં મળેલી ભેટની રકમ મંદિરે પહોંચાડી હતી.
મહંતસ્વામીએ ફોન કરીને બાળકને આશીર્વાદ આપ્યા:
BAPS સંસ્થાના વડા પ.પૂ.મહંત સ્વામી મહારાજને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ સામેથી કોલ કરીને બાળકને આશીર્વાદ આપ્યા હતાં તેમજ આટલી નાની ઉંમરે આવી મોટી સમજણ બદલ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. મહંતસ્વામી મહારાજે “સત્સંગ દીક્ષા” નામનો એક ગ્રંથ લખ્યો છે કે, જેમાં કુલ 315 સંસ્કૃત શ્લોકો છે. 8 વર્ષની ઉંમરના વંદને કુલ 315 જેટલા સંસ્કૃત શ્લોક ગુજરાતી ભાવાર્થની સાથે કંઠસ્થ કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle