જુનાગઢ(ગુજરાત): કોરોના કાળનેલીધે લગાવવામાં આવેલા લોકડાઉન દરમિયાન અકસ્માતની ઘટનામાં ખુબ જ ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ, લોકડાઉનમાં છૂટછાટ બાદ ફરી રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે આજરોજ જુનાગઢ સોમનાથ રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કોંગ્રેસ મહિલા સભ્ય અને તેમના દીયરનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આજે બપોરના સમયે જુનાગઢ સોમનાથ હાઈવે પર ગળોદર ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઈક પર સવાર મહિલા અને બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, માંગરોળ નગરપાલિકાના કોંગ્રેસ સભ્ય કાંતાબેન ગોહિલ અને તેમનો દિયર દિનેશ રામજીભાઈ ગોહિલ માંગરોળથી કોઈ સામાજિક કામ અર્થે બાઈક પર માળિયાહાટી જઈ રહ્યા હતા. આ સમયે ગળોદર ચોકડી નજીક કાળ બનીને આવેલા ટ્રકે તેમને અડફેટે લીધા હતા. જેમાં બંને લોકો રોડ પર નીચે પટકાયા હતા. આ સમયે ટ્રકનું ટાયર મહિલા પર ફરી વળતા મૃતદેહ ટાયરમાં ફસાઈ ગયો હતો. જ્યારે ટ્રકની ટક્કરે યુવક ફંગોળાઈ રોડ પર પડતા તેનું પણ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
આ દરમિયાન મેઈન હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતા. ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ અકસ્માત કેવી રીતે સર્જાયો તે મામલે માહિતી પ્રાપ્ત કરી, બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને મૃતકોના પરિવારને આ મામલે જાણ કરી, આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલા અને યુવક સંબંધમાં ભાભી અને દીયરના હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.