ગુજરાત(Gujarat): બનાસકાંઠા(Banaskantha)ના ડીસા ભીલડી હાઈવે(Deesa Bhildi Highway) પર અવાર નવાર અકસ્માત(Accident)ના બનાવો બની રહ્યા છે ત્યારે રવિવારના સાંજના સુમારે ખેટવા ગામના પાટિયા નજીક બ્રિઝા ગાડીએ આગળ જતા છકડા ને ટક્કર મારતા છકડામાં બેઠેલા મુસાફરો પૈકી બે ના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે અન્ય 13 લોકોને ઈજા થઈ હતી.
View this post on Instagram
આ અંગેની મળતી વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ખારીયા પાટણ ગામના ઠાકોર પરિવારની ડીસા તાલુકાના વડાવલ ગામે સંબંધીને તો પ્રસંગમાંથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન ખેટવા નજીક સાંજના સુમારે બ્રિઝા ગાડી નંબર Gj 12 DG 8906 ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરતા આગળ જઈ રહેલા અતુલ છકડા નંબર GJ 24 V 7034 ને જોરદાર ટક્કર મારતા છકડામાં બેઠેલા મુસાફરો પૈકી સાસુ-વહુનો ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે અન્ય તેર લોકોને ગંભીર ઈજાઓ થતા 108 ના પાંચ વાહનો મારફતે ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત દરમિયાન મૃત્યુ પામેલ લોકો:
1 જીનાબેન શિવાજી ઠાકોર (ઉં.વ. 50)
2 બંકીબેન ઉર્ફ હેતલબેન શ્રવણજી ઠાકોર (ઉં.વ.32)
અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માતની ઘટના પાછળ વધુ પડતી સ્પીડ અને ડ્રાઈવિંગ સમયે બેદરકારી જવાબદાર હોય છે દેશ સહિત રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે અને તેની સાથે જાનહાનિ અને મોતના આંકડાઓમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વાહન ચલાવતી વખતે સાવધાની એ જ સલામતનો માર્ગ છે. વધુ પડતી સ્પીડ કે ડ્રાવિંગ સમયે ફોન પર વાત કરવું આપણા અને અન્ય માટે જોખમ રૂપ સાબિત થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.