ગુજરાત(Gujarat): હાઇવે માર્ગો પર બેકાબુ ગતિએ દોડી રહેલા વાહન ચાલકો દ્વારા અવાર-નવાર નાના મોટા માર્ગ અકસ્માતના સામે આવતા રહેતા હોય છે. તો ક્યારેક વધુ પડતી સ્પીડને કારણે પણ ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાતા હોય છે. જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાતી હોય છે ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ જસદણ(Jasdan)ના આટકોટ(Atkot) રોડ પર સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, જસદણના આટકોટ રોડ પર બાયપાસ રોડ ભારત પેટ્રોલિયમ નજીક ફોરવીલ કાર તેમજ ટાટા આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સામે આવ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કારચાલકને સાથળના ભાગમાં લોખંડની ઇંગલ ખૂતી જતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો. વધુ ઈજાગ્રસ્ત થવાને લીધે ઓપરેશન અર્થે રાજકોટ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતાં. ગમખ્વાર અક્સ્માતની જાણ થતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
અકસ્માતમાં કારચાલક ગંભીર રીતે થયો ઈજાગ્રસ્ત:
મહત્વનું છે કે, એમ્બ્યુલન્સમાં સાથે આવેલા તબીબ દ્વારા સાથળના ભાગમાં ઘુસેલ ઈંગલને કાપવામાં આવી હતી. તેમજ કારનો દરવાજો તોડીને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગમખ્વાર અકસ્માત કઈ રીતે બન્યો તેની માહિતી હજુ સુધી મળી નથી તેમજ કાર ચાલક મહીનભાઈ જ્યોતિભાઈ ભટ્ટ નામ હોવાનું સામે આવ્યું છે, તેમજ આઈસર ચાલક કોણ હતું તે પણ માહિતી પોલીસ દ્વારા મેળવાઈ રહી છે.
મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. જેને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. વાત કરવામાં આવે તો દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં અને સાથે અકસ્માતને કારણે થઇ રહેલા મોતની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.