રાજ્યમાં વહેલી સવારે એકસાથે સર્જાયા 2 અકસ્માત- અમદાવાદના SG હાઇવે પર ટ્રક અને બસની ટક્કર, ભાવનગરમાં રખડતા ઢોરથી 1નું મોત

Published on Trishul News at 10:16 AM, Thu, 28 September 2023

Last modified on September 28th, 2023 at 10:17 AM

SG Highway Accident News of Ahmedabad: રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે.આજે જ વહેલી સવારે ગુજરાતમાં બે અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એકને ગંભીર રીતે ઈજા પોહચી છે. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.આજે અમદાવાદના S.G. હાઈવે(SG Highway Accident News of Ahmedabad) પર અને ભાવનગરના શિહોરમાં અકસ્માત સર્જાયો છે.

પકવાન બ્રિજ પર ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત
મળતી માહિતી અનુસાર, અમદાવાદના S.G હાઈવે પર આવેલા પકવાન બ્રિજ પર આઈસર ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે એક અકસ્માત સર્જાયો છે. જેમાં આઈસર ટ્રકનું ટાયર ફાટતા રોડની એક તરફ લઈ જતી વખતે ટ્રાવેલ્સ બસ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને કારણે ડિવાઈડર પર આવેલા લાઈટનો થાંભલો નીચે ધરાશાયી થયો છે.

ટ્રાફિક પોલીસ દોડી આવી ઘટના સ્થળે
આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગેની માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ SG-2 ટ્રાફિક પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

સિહોર પંથકમાં રખડતા ઢોરનો આંતક
તો ભાવનગર જિલ્લામાંથી પણ એક અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે. ભાવનગરમાં રખડતા ઢોરને કારણે ફરીવાર એક વ્યક્તિનું મોત થયું છે. ભાવનગરના સિહોરના સણોસરા-નોઘણવદર રોડ પર બાઇક વચ્ચે ઢોર આવી જતાં અકસ્માત સર્જાયો હતો.

બાઈકસવારનું ઘટનાસ્થળે જ મૃત્યુ
આ અકસ્માતમાં એટલો ભયાનક હતો કે બાઈક સવારનું અનીશભાઈ મોતિયાભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પિતરાઈ ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બાઈકસવાર અનીશભાઈનું અકાળે મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Be the first to comment on "રાજ્યમાં વહેલી સવારે એકસાથે સર્જાયા 2 અકસ્માત- અમદાવાદના SG હાઇવે પર ટ્રક અને બસની ટક્કર, ભાવનગરમાં રખડતા ઢોરથી 1નું મોત"

Leave a comment

Your email address will not be published.


*