અંકલેશ્વરમાં લગ્નના બે દિવસ બાદ થયો એવો કાંડ કે… ભાભીએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન

Published on Trishul News at 7:01 PM, Thu, 14 September 2023

Last modified on September 14th, 2023 at 7:04 PM

Woman dies in Ankleshwar: તમે અમુક સમયે એવા કિસ્સા સાંભળ્યા હશે કે દિયર અને ભાભીના અફેર ચાલી રહ્યું હોય છે. પરંતુ અમુક સમયે દિયર પોતાની મર્યાદા ભૂલી જતો હોય છે.  તેવી જે ઘટના રાજ્યના અંકલેશ્વર જિલ્લામા(Woman dies in Ankleshwar) રહેતા પરિવાર સાથે બને છે. અંકલેશ્વરના હસોટા રોડ પર આવેલા સુમન રેસીડેન્સી ખાતે રહેતા અને મૂળ બિહારના કિશોરકુમારની પત્ની મુદ્રિકા કુમારીએ ગત તારીખ 4 સપ્ટેમ્બરના રોજ  પોતાના ઘરે ગળેફાંસો લગાવીને આપઘાત કરી લીધો છે.

સાંજે જયારે તેમનો પતિ કીશુન મંડળ નોકરી પરથી પાછા આવ્યા ત્યારે તેમને ખબર પડી કે, તેમની પત્નીએ આપઘાત કરી લીધો છે. ઘટના અંગે અંકલેશ્વર A ડિવિઝન પોલીસ મથક જાણ કરતા પોલીસનો કાફલો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે સૌપ્રથમ મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેમજ મૃતક રુદ્રિકા કુમારીના પરિવારના લોકોને પણ જાણ કરી દેવામાં આવી છે.

પોલીસને રુદ્રિકા કુમારીના ફોનમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેને પોતાના દિયર કનૈયા મંડળ ઉર્ફે ભોલા મંડલ પોતાની ભાભીના અભદ્ર ફોટો પાડી લીધા હતા અને તેના લગ્નના બે દિવસ જ માં જ તેને બ્લેકમેલ કરી તેની સાથે સંબંધ બાંધવાની કોશિશ પણ કરી રહ્યો હતો. અને એકવાર તો તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. અને તેને ઈજા પણ પહોંચાડી હતી. આ કાર્ય કર્યા પછી પણ તે તેને રોજ તેની સાથે પોતાની ગર્લફ્રેન્ડ બનવા પર મજબૂર કરી રહ્યો હતો અને રોજ તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન પણ કરતો હતો.અને જ્યારે તેની ભાભી આ વાત ન માને ત્યારે તેને બ્લેકમેલ પણ કરી રહ્યો હતો કે તમારા આ ફોટા નેટ પર મુકીશ અને તમારા ઘરે મોકલી આપવામાં આવશે. તેથી છેવટે કંટાળીને રુદ્રિકા કુમારીએ આ બધી જ વાત સુસાઇડ નોટમાં લખી પોતાના જીવન ટૂંકાવી દીધું હતું.

પોલીસે તેના મોબાઇલમાં મળેલી સુસાઇડ નોટ તેમજ મૃતક ના ભાઈ મણિકાંત મણી મહાકાન્ત મંડલ દ્વારા પોલીસ ફરિયાદ આધારિત પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણા તેમજ દહેજની માંગણી અને શારીરિક અને માનસિક ત્રાસ આપવા સંદર્ભ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી હતી. અને પોલીસે ગણતરીના સમયમાં તેની સાસુ સુનિતા દેવી અને સસરા ઉમાકાંત મંડળની ધરપકડ કરી તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.

ત્યારે દિયર કનૈયા મંડળ ત્યાંથી ફરાર થઈ ગયો છે તેથી આ કારણે તેની ધરપકડ થઈ શકે નથી. અને છેવટે પોલીસે દસ દિવસથી ફરાર અને વિકૃત માનસિક ધરાવતો દિયર કૈનયા ઉર્ફે ભોલા મંડલ બિહારથી પકડી પાડી અંકલેશ્વર લાવવામાં આવ્યો છે. અને તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી ભાભીના આભદ્ર ફોટો અને વિડિયો કરવા માટે પોલીસે રિમાન્ડની તજવીજ શરૂ કરી દીધી છે.

Be the first to comment on "અંકલેશ્વરમાં લગ્નના બે દિવસ બાદ થયો એવો કાંડ કે… ભાભીએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન"

Leave a comment

Your email address will not be published.


*