ચાર ધામની યાત્રા કરી પરત ફરી રહેલા 4 લોકોને નડ્યો અકસ્માત, પડીકું વળી ગઈ કાર- જુઓ કરુણ દ્રશ્યો

Accident in kadi: મહેસાણા (Mehsana)ના કડી (kadi)માં છત્રાલ હાઈવે (Chhatral Highway) ઉપર અચાનક જ ગાડીનું ટાયર ફાટતા ગાડી ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. જ્યાં ગાડીમાં બેઠેલા આધેડનું કમકમાટીભર્યું મોત થયું હતું. તેમજ ગાડી ચાલક સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે કડી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, કડીના દેત્રોજ રોડ ઉપર આવેલી ત્રિભુવન સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ સોમનાથ પટેલ કે જેઓ ખેતી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો હર્ષદભાઈ અને તેમના પત્ની રમીલાબેન બંને જણા ચાર ધામની યાત્રા કરવા માટે 20 એક દિવસ અગાઉ કડીથી ચાર ધામની યાત્રા કરવા માટે ગયા હતા અને તેઓ યાત્રા પૂરી કરીને પાછા પોતાના ઘરે તેમના સંબંધીની ગાડીમાં પતિ પત્ની સહિત ચાર જણા આવી રહ્યા હતા.

આ દરમિયાન છત્રાલ હાઈવે ઉપર આવેલી ગંગોત્રી હોટલની આગળ પહોંચતા અચાનક જ સ્વિફ્ટ ગાડીનું ટાયર ફાટતાં ગાડી ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. જ્યાં ગમખ્વાર અકસ્માત સર્જાતા આસપાસના લોકો આવી પહોંચ્યા હતા અને પરંતુ ગાડીમાં બેઠેલા હર્ષદભાઈ પટેલનું કરુણ મોત નીપજ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કડીની ત્રિભુવન સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ તેમજ તેમના પત્ની રમીલાબેન બંને જણા ચાર ધામની યાત્રા કરીને પાછા અમદાવાદ ખાતે આવ્યા હતા અને તેમના સગા કનુભાઈની ગાડીમાં તેઓ કડી પોતાના ઘરે આવી રહ્યા હતા.

આ દરમિયાન છત્રાલ રોડ પર આવેલી ગંગોત્રી હોટલ પહેલા ગોપાલ ગ્લાસ ફેક્ટરીની સામે અચાનક જ ટાયર ફાટતા રોડની બાજુમાં રહેલી ઝાડની સાથે ગાડી જોરદાર અથડાઈ હતી. જ્યાં ગાડીમાં બેઠેલા હર્ષદભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયુંહતું. તેમજ તેમની પત્ની રમીલાબેન અને ગાડી ચાલક કનુભાઈ અને એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને 108 એમ્બ્યુલન્સ માધ્યમેં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે કડી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *