સુરત શહેરમાં વેવાઈ-વેવાણ, મોટાભાઈ નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયા હોવાના બનાવો અગાઉ બની ચુક્યા છે. હવે સસરા પુત્રવધૂને લઈને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. જોકે, આ બાબતે સસરા દ્વારા અફવા ફેલાવનાર સામે પોલીસમાં ફરિયાદ કરી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
સુરત શહેરના અંતરિયાળ ગામમાં આવેલી એક સોસાયટીમાં રહેતા આધેડ વયના સસરા યુવાન વયની પુત્રની વહુને લઈને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ ગયું હતું. સોશિયલ મીડિયામાં બંનેના ફોટો અને નામ સાથે પોસ્ટ વાયરલ થઇ હતી. સોશિયલ મીડિયામાં સસરા અને પુત્રવધૂના આડાસંબંધની જાણ થયાના બીજા જ દિવસે ભાગી ગયા હોવાનું વાયરલ કરવામાં આવ્યું હતું.
50 હજાર રૂપિયા ઈનામની જાહેરાત પણ થઇ વાયરલ
સોશિયલ મીડિયામાં વધુમાં લખવામાં આવ્યું છે કે, સસરા પુત્રવધૂને ભગાવી જતા પુત્ર પર સામાજિક ટીકાઓનો ડર છે.તેમજ સમાજમાં બદનામી નો દર છે. નારાજ પુત્રએ ભાગેડું સસરા-વહુને શોધી આપનારને 50 હજાર રૂપિયા ઈનામ આપવાની પણ ગામમાં જાહેરાત કરી છે.એવું નિવેદન પણ વાયરલ કરવામાં આવ્યું હતું.
સસરાએ વીડિયો જાહેર કરી આ વાતને અફવા ગણાવી
પોતાની વિષે સોશિયલ મીડિયામાં ફરી રહેલી પોસ્ટ અંગે સસરાઓ એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં તેઓ કહે છે કે, સોશિયલ મીડિયાના માધ્યમથી જે અફવા ફેલાવે છે તે તદન ખોટી છે. આં અંગે પોલીસ અરજી પણ કરી દેવામાં આવી છે. સમાજના તમામ આગેવાનો અમારી સાથે છે. સોશિયલ મીડિયામાં જે અફવા ફેલાઈ છે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકોને વિનંતી કરું છું કે, આ વાતને આગળ ફેલાવશો નહીં. આવું કરનાર કાયદાકીય રીતે સજાને પાત્ર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews