અમદાવાદથી અયોધ્યાની પ્રથમ ફ્લાઈટ: ઇન્ડિગોના સ્ટાફે શ્રીરામ, લક્ષ્મણ, સીતાના વેશમાં ‘જય શ્રીરામ’ના નાદ સાથે ગુંજવ્યું એરપોર્ટ

Ahmedabad to Ayodhya Flight: અયોધ્યામાં રામ મંદિરની 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઇ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો…

Ahmedabad to Ayodhya Flight: અયોધ્યામાં રામ મંદિરની 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઇ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે અયોધ્યામાં યોજાઈ રહેલ આ ભવ્ય કાર્યક્રમમાં રામભક્તોની સુવિધામાં વધારો કરવા ફલાઈટની શરૂઆત કરવામાં આવી. અમદાવાદથી અયોધ્યા જતી ફલાઈટ( Ahmedabad to Ayodhya Flight )ની આજથી શરૂઆત થઈ ગઈ છે. ‘જયશ્રી રામ’ના નારા સાથે અમદાવાદ-અયોધ્યાની પ્રથમ ફલાઈટે આજે ભરી ઉડાન ભરી છે. અયોધ્યા જતી પ્રથમ ફલાઈટને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફે ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના પરિધાનમાં ‘જય જય શ્રીરામ’ નાદ સાથે એરપોર્ટ ગુંજવી મુસાફરોનું અભિવાદન ઝીલ્યું હતું.

ઇન્ડિગો એરલાઇન્સનો સ્ટાફ ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં જોવા મળ્યા
રામમંદિરમાં રામલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે માટે સુવિધામાં વધારો કરતા અમદાવાદથી ડાયરેક્ટ અયોધ્યાની ફલાઈટ શરૂ કરવામાં આવી છે. આજે સવારે અયોધ્યાની પ્રથમ ફલાઈટે ઉડાન ભરી ત્યારે એરપોર્ટ પર લોકો રામભક્તિમાં રંગાયેલા જોવા મળ્યા. એરપોર્ટ પરના દ્રશ્યો જોઈ લાગે કે કોઈ સ્થાન પર રામલીલા ભજવાતી હશે. એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફે રામલીલાની જેમ રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનના વેશમાં ભક્તો જોવા મળ્યા. રામાયણના આ મહત્વના પાત્રોની વેશભૂષમાં રામભક્તો અયોધ્યાની પ્રથમ ફલાઈટના શ્રદ્ધાળુઓનું સ્વાગત કર્યું હતું.

અમદાવાદથી અયોધ્યાની ફલાઈટની શરૂઆત થઈ
આજે 10 જાન્યુઆરીના રોજ બુધવારથી અમદાવાદથી અયોધ્યાની ફલાઈટની શરૂઆત થઈ ગઈ છે. ઇન્ડિગો એરલાઈન્સી અયોધ્યા ફલાઈટનું ઉડાન ભરી છે જેનું ભાડું 12થી 13 હજાર રૂપિયા છે. અમદાવાદથી ઇન્ડિગો એરલાઈન્સની અયોધ્યા જતી ફલાઈટ દિલ્હી જશે અને ત્યાર પછી શ્રદ્ધાળુઓને દિલ્હીથી અયોધ્યા અને અયોધ્યાથી દિલ્હી લાવશે. અયોધ્યામાં રામમંદિરની થીમ પર એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. આ એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિના નામ પર રાખવામાં આવશે. એરપોર્ટનું ઉદઘાટન 30 ડિસેમ્બરે પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. અને હવે 22 જાન્યુઆરી પીએમ મોદી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે તેમજ રામલલ્લાની મૂર્તિનું નામકરણ પણ કરશે.

સુરતથી મોટી સંખ્યામાં લોકો આજે અયોધ્યા પ્રસ્થાન કરી રહ્યા
સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, જય શ્રીરામ… આજ અમદાવાદથી પહેલી ફ્લાઇટ અયોધ્યા પ્રસ્થાન કરી રહી છે. ભારત સરકાર અને મોદીજીને ખૂબ જ ધન્યવાદ કે તેઓએ અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઈટ અમદાવાદથી શરૂ કરી છે. બીજી વાત 550 વર્ષના સંઘર્ષ બાદ 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા અને રામ મંદિરનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાશે. આ પહેલા 14 જાન્યુઆરીએ મકરસંક્રાતિના દિવસે પરમ પૂજ્ય રામભદ્રાચાર્ય મહારાજ પણ 1008 હનુમાન મહાયજ્ઞ શરૂ કરશે. જેમાં ભાગ લેવા માટે ગુજરાતભરમાંથી અને ખાસ કરીને સુરતથી મોટી સંખ્યામાં લોકો આજે અયોધ્યા પ્રસ્થાન કરી રહ્યા છે.

અમદાવાદથી અયોધ્યા ફ્લાઇટનો ટાઇમટેબલ
અમદાવાદથી અયોધ્યા વચ્ચે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6E 6375 મંગળવાર, ગુરૂવાર અને શનિવારે ઉડાન ભરશે. આ ફ્લાઇટ અમદાવાદાથી સવારે 9.10 વાગ્યે ઉપડશે અને 11.00 વાગ્યે અયોધ્યા પહોંચાડશે.અયોધ્યાથી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E 112 મંગળવાર, ગુરૂવાર અને શનિવારે અમદાવાદ આવવા માટે ઉડશે. અયોધ્યાથી આ ફ્લાઇટ 11.30 કલાકે ઉડશે અને અમદાવાદ બપોરે 13.40 પહોંચશે.

લોકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા
ફ્લાઈટ કેપ્ટન આશુતોષ શેખરે જય શ્રીરામના નારા લગાવીને મુસાફરોનું ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. કેપ્ટને કહ્યું- આ અમારા માટે ગર્વની વાત છે. આ સાથે લોકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. અયોધ્યા એરપોર્ટ પર ઊતરેલા મુસાફરોએ કહ્યું કે, તેઓ આ યાત્રા જીવનભર યાદ રાખશે.