Two people were burnt alive in Amreli: અમરેલીના કુકાવાવ રોડ ચોકડી પાસે બે લોકોને જીવતા સળગાવી મારવાનો પ્રયાસ કરાવવાની ચોંકાવનારી ઘટના સામે આવતા લોકોમાં હોબાળો મચી ચૂક્યો છે. અડધી રાતે રૂમમાં બંને વ્યક્તિને પુરી રૂમમાં આગ લગાવી દેવામાં આવી હતી. જોકે દરવાજો તૂટી જતા બંનેનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આ ચોંકવનારી ઘટનામાં સૂતેલા બે લોકોની ગંભીર રીતે ઈજા થતા તેમને તાત્કાલિક સ્તરે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
હૈયું હચમચાવી દે તેવી આ ઘટનાની જાણવા માટે વિગત અનુસાર કુકવાવ રોડ પાસે ઇટુંના ભઠ્ઠા પાસે આવેલા મારુતી એન્ટરપ્રાઇઝમાં મજૂરી કામ કરતા હતા અને તેજ એજન્સીના ટ્રક ડ્રાઇવર તરીકે પણ કામ કરતા જયંતીભાઈ કોળી ને સુલતાન મોહમ્મદ શેખ ઉંમર 18 વર્ષ અને નિલેશ ગોહિલ સાથે દિવસ દરમિયાન કોઈ કારણસર બોલાચાલી થઈ હતી. કે પછી બંનેને ઈંડાની રેકડી ઉપર જમવા જઈ રહ્યા હતા. આ દરમિયાન જે ત્યાં પહોંચી ગયો અને બેફામ ગાળો બોલવા લાગ્યો હતો. તે તે પછી સુલતાને પોતાના ગુસ્સા પર કાબુ ન મેળવતા તેને જયંતીને માથામાં ખુરશીનો માર માર્યો હતો.
રાત્રે બે વાગે રૂમ ઉપર સુલતાન અને દિનેશ ભરનિંદરમાં સુતા હતા. ત્યારે જયંતી કોળી ત્યાં આવીને બહારથી દરવાજો બંધ કરી દીધો અને ત્યારબાદ ડીઝલ જેવો પ્રવાહી રૂપમાં છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. બાદમાં રબરનું ટ્યુબ સળગાવીને અંદર નાખી દેતા આગે વિક્રાળ ગ્રુપ ધારણ કરી લીધું હતું. જોકે અંદર સૂતેલા દિનેશ અને સુલતાનને આગથી ઘેરાય ગયા હતા.અને બચવા માટે દરવાજામાં પાટા મારવા લાગ્યા હતા. અંતે દરવાજાને સ્ટોપર તોડવામાં સફળતા મળી હતી.
તે પછી બંને લોકોને બહાર નીકળ પોતાનો જીવ બચાવ્યો હતો. બંને લોકોને ભારે માત્રામાં ઇજા પહોંચી હતી તેથી તેઓને અમરેલીની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પોલીસ પહોંચી આરોપી જયંતિ ઉપર કલમ 307 સહિત અલગ અલગ ધારાઓ મુજબ ગુનો નોંધી આરોપ થી શોધવા ચક્ર ગતિમાન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.