દિવાળી પહેલા જ સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનેદારે તાપીમાં લગાવી મોતની છલાંગ, એવી તો શું આફત આવી પડી?

સુરત(Surat): આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. આજકાલ લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. તેમાં પણ હવે તો દિવાળી (Diwali)ના…

સુરત(Surat): આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. આજકાલ લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. તેમાં પણ હવે તો દિવાળી (Diwali)ના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હિસાબ-કિતાબને લઈને ધંધાદારીઓમાં ઉઘરાણીનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં ક્રિકેટ(Cricket) મેચના સટ્ટામાં દેવું વધી જતા એમ્બ્રોડરી(embroidery) કારખાનેદારે ડબ્બા ટ્રેડીંગવાળાની ઉઘરાણીના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો છે.

કરોડોનું નુકસાન જતા તણાવમાં રહેતો હતો:
મળતી માહિતી અનુસાર, ચિરાગ પારેખ સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતો હતો. તે એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતો હતો. તેમજ કારખાનાની સાથે તેણે શેરબજારમાં રોકાણ કરવા માટે ડબ્બા ટ્રેડિગમાં પોતાનું આઇડી ખોલાવ્યું હતું. પરંતુ ડબ્બા ટ્રેડિંગમાં કરોડો રૂપિયાનું નુકશાન થતા છેલ્લા કેટલાક સમયથી ચિરાગ માનસિક તણાવમાં રહેતો હતો.

સોશિયલ મીડિયામાં સુસાઇડ નોટ લખી:
માનસિક તણાવને કારણે ચિરાગે બે દિવસ અગાઉ ડબ્બા ટ્રેડિંગમાં થયેલા નુકશાન સામે ઉઘરાણી કરનાર પંકજ દુધાત, જયદીપ મેર ઉપરાંત જેમની પાસેથી ઉઘરાણી બાકી છે તેવા હરેશભાઇ અને પરાગ રમેશ સાગર કે જેઓ મને મારા રૂપિયા આપતા ન હતા જેથી કંટાળીને આપઘાત કરી રહ્યાની સુસાઇડ નોટ સોશ્યિલ મિડીયા પર મુકી હતી.

ત્યારબાદ તેની લાશ તાપી નદીના કિનારે પાણીમાંથી મળી આવી હતી. આ દરમિયાન ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતા સ્થળ પર પહોચી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *