રાજકોટ(ગુજરાત): હાલમાં રાજકોટના જેતપુરની SBI બેન્કમાંથી તીનબત્તી ચોકશાખાના કર્મચારી દ્વારા 38 લાખની ઉચાપત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જમવાના સમયે બેંકના CDM મશીનમાંથી વિજય નામનો કર્મચારી 38 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયો છે. જાણવા મળ્યું છે કે, આરોપી કર્મચારી 3 વર્ષથી SBI બેંકમાં કામ કરતો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં રોકડ રકમ લઈ કર્મચારી ફરાર થયો હોય તેવુ જોવા મળે છે.
બ્રાન્ચ મેનેજરને શક જતાં આરોપી કર્મચારીને ફોન કર્યો હતો. પરંતુ, ફોન બંધ આવતા તાત્કાલિક સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉચાપત કરનાર 13 વર્ષ જૂનો કર્મચારી જ નીકળતા SBI શાખાના સ્ટાફ સહિત પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બાદમાં આરોપીને શોધવાની કવાયત તેજ કરવામાં આવી છે. હજુ સુધી પોલીસને આરોપીની કોઈ જ ભાળ મળી નથી પણ તેના પરિવાર અને મિત્રોની પૂછપરછ ચાલી રહી છે. આ ઉપરાંત, લોકેશન શોધવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, 38 લાખનો ચૂનો ચોંપડી ફરાર થનાર કર્મચારી ક્યારે હાથ આવે છે.
આ અંગે બેન્કના કર્મચારીઓનું કહેવું છે કે, વિજય ગંગારામ ધણધારીયા આરોપી કર્મચારીનું પૂરું નામ છે. તે છેલ્લા 13 વર્ષથી સારી રીતે કેશ ઓફિસર તરીકે કામ કરતો હતો. પરંતુ, અચાનક જ જમવાના સમયની તક લઇ કર્મચારી વિજય ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ બેન્ક સ્ટાફ દ્વારા તેને વારંવાર ફોન પણ કરવામાં આવ્યા હતા. પરંતુ, ફોન બંધ આવતો હતો કર્મચારી સાથે 38 લાખ જેટલી કેસ પણ ગાયબ હતી. આરોપી કર્મચારી વીરપૂરના રેલવે સ્ટેશનની આસપાસ રહેતો હતો. ત્યાં તે તેના પરિવાર સાથે રહેતો હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.