વડનગરનો મોદી પરિવાર ક્યારેય નહિ ભૂલે આ દિવસ! નવીનવેલી દુલ્હન પરણીને ઘરે તો આવી પણ બીજા જ દિવસે…

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટફાટ અને ચોરી ની ઘટનાઓમાં દિવસેને દિવસેને સતત વધારો થઇ રહ્યો છે. આ સાથે સાથે લૂંટેરી દુલ્હનના કિસ્સાઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે એવોજ એક વધુ કિસ્સો હાલ સામે આવ્યો છે. મળેલી માહિતી અનુસાર મહેસાણામાં આવેલા વડનગરમાં 2.85 લાખ ખર્ચીને લાવેલ લુંટેરી દુલ્હન તમામ દાગીના લઈને ફરાર થઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર મહેસાણામાં આવેલા વડનગરમાં રહેતા રોહન મોદીએ ચિત્રોડાની કોમલ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને 4 શખ્શોને રૂપિયા 2.85 લાખ દલાલી આપી દુલ્હન લાવ્યો હતો. ત્યારે લગ્ન બાદ દુલ્હન ઝઘડો કરીને તમામ દાગીના લઇને ફરાર થઇ ગઈ હતી.

જયારે રોહનએ આ વિષે દલાલોને કહ્યું ત્યારે તેમણે ‘કોમલ પતિ સાથે નથી રહેવા માંગતી’ આમ કહીને દલાલે પણ પોતાના હાથ ખંખેરી લીધા હતા ત્યાર બાદ યુવાને લગ્ન માટે આપેલી દલાલીના પૈસા પણ પરત આપ્યા ન હતા. હાલ રોહન મોદીએ દુલ્હન અને દલાલો સહિત કુલ 5 શખ્સ અને મળતિયાઓ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આપણી સમક્ષ આવો પહેલો કિસ્સો નથી આવ્યો આ પહેલા પણ ગુજરાતના ભાવનગરમાંથી આવોજ એક કિસ્સો સામે આવ્યો હતો. લગ્ન કરવાની લાલચમાં આવીને યુવકને 1.34 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. સમગ્ર ઘટના વિષે વિગતે વાત કર્યે તો ભાવનગરના યુવકને લગ્ન કરવા માટે આણંદ બોલાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ બંનેએ બોરસદના બનેજડા ખાતે બોલાવીને મંદિરમાં ફુલહાર કર્યા હતા. ત્યાર બાદ દુલ્હન સોના અને ચાંદીના દાગીના સહિત 1.34 લાખનો મુદ્દામાલ લઇને ફરાર થઇ ગઇ હતી. ત્યાર બાદ સીદસરના યુવકે આણંદમાં આવેલા વિરસદ પોલીસ સ્ટેશનમાં દુલ્હન સહિત શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *