‘નરેન્દ્ર મોદી સ્ટેડીયમ’ બાદ અમદાવાદને મળશે વધુ એક નવું નજરાણું: શહેરની વચ્ચોવચ્ચ બનવા જઈ રહ્યું છે…

મોદી સરકાર દ્વારા ગુજરાતને કેટલીક અણમોલ ભેટ મળતી હોય છે. થોડા વર્ષો અગાઉ રાજ્યને વિશ્વનું સૌથી ઊંચું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ એટલે કે, સરદાર પટેલની પ્રતિમાની ભેટ મળી હતી. ત્યારબાદ વિશ્વનું સૌથી મોટું અમદાવાદમાં બનેલ ‘નરેન્દ્ર મોદી સ્ટેડીયમ’ ની સૌને ભેટ મળી છે ત્યારે હાલમાં એક અનોખી ભેટ ફરી એકવાર મળવા જઈ રહી છે.

અમદાવાદ શહેરને હવે સ્પોર્ટ્સ સિટી તરીકે પણ ઓળખવામાં આવશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, રૂ.4600 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનવા જઈ રહ્યું છે. હવે નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર નજીકની કુલ 19 એકર જમીનમાં 584 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેની માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા પ્રાથમિક પરવાનગી આપી દેવામાં આવી છે. કેન્દ્રથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે કે, જેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે. ગ્રાન્ટ આપતાં અગાઉ કોર્પોરેશન દ્વારા NOC, જમીનનું પઝેશન તથા કન્સ્ટ્રક્શન કોન્ટ્રેક્ટરને આપેલા લેટર ઓફ વર્ક ઓર્ડર જમા કરાવવાનો રહેશે.

એકસાથે 800 ટૂ-વ્હીલર તેમજ કુલ 850 ફોર-વ્હીલરને પાર્ક કરવાની સુવિધા હશે:
સમગ્ર પ્રોજેકટને 6 વીભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે કે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્પ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન તેમજ આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં એકસાથે કુલ 800 ટૂ-વ્હીલર તેમજ કુલ 850 ફોર-વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ખેલાડીઓ તથા પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા રહે ઈની માટે શહેરની વચ્ચોવચ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શું-શું હશે?
1) એક્વાટિક કોમ્પ્લેક્સ:

આમાં સ્વિમિંગ પુલની સાઈઝ FINA એપ્રૂવલ કરવામાં આવી છે કે, જેમાં ડાઇવિંગ પૂલ, આર્ટિસ્ટિક તથા વોટર પોલોનો સમાવેશ થાય છે. આની સાથે જ કુલ 1,500 પ્રેક્ષકોની ગેલરી બનાવવામાં આવશે.

2) સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
કુલ 2 હોલ ( 42 મી × 24 મી) બનાવવામાં આવશે કે, જેમાં 2 બાસ્કેટ બોલ, 2 વોલીબોલ તથા 8 બેડમિન્ટન કોર્ટ (ઇન્ટરનેશનલ) બનાવવામાં આવશે. આની સાથોસાથ કુલ 4 ટેકવાન્ડો કોર્ટ, કુલ 4 કબડ્ડી કોર્ટ તેમજ કુલ 4 રેસલિંગ અને કુલ 12 ટેબલ ટેનિસ મેચ રમાશે.

ખેલાડીઓ માટે લોન્જમાં 1 સ્પોર્ટ્સ સાયન્સ તેમજ ફિટનેસ સેન્ટર બનાવવામાં આવશે. આની સાથે-સાથે ચેન્જ રૂમ તથા લોકર ઈકવિપમેન્ટ સ્ટોર, મેડિકલ સર્વિસ સ્ટેશન, ઓડિયો-વીડિયો ફેસિલિટી સાથે ટ્રેનિંગ રૂમ પણ બનાવવામાં આવશે.

આની સાથે જ કોચ માટે 8 ડબલ રૂમ જયારે ખેલાડીઓ માટે 89 ટ્રિપલ બેડરૂમ તેમજ કુલ 150 કોર્પોરેટ લોકો બેસી શકે તેવો ડાઇનિંગ હોલ પણ બનાવવામાં આવશે.

3) ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ અરેના:
આ વિભાગમાં 80 મીટર × 40 મીટરનો હોલ બનાવવામાં આવશે કે, જેમાં 16 બેડમિન્ટન કોર્ટ, 4 બાસ્કેટ બોલ કોર્ટ, 4 વોલીબોલ કોર્ટ, 4 જિમનેસ્ટિક મેટ બનાવવામાં આવશે. આની સાથે જ ટેકવાન્ડો કુસ્તી તથા ટેબલ ટેનિસ માટે મલ્ટી પર્પઝ હોલ, વોર્મ અપ એરિયા, ખેલાડીઓ, કોચ, રેફરી તેમજ વીઆઇપી માટે લોન્જ બનાવવામાં આવશે.

4) ફિટ ઈન્ડિયા ઝોન:
આ વિભાગમાં સિનિયર સિટિઝન માટે સીટિંગ એરિયા, સ્કેટિંગ રિંગ, કબડ્ડી , ખો-ખો ગ્રાઉન્ડ, ચિલ્ડ્રન ઝોનની સાથોસાથ જોગિંગ ટ્રેક પણ બનાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *