ATMમાં ઠગાઈ કરતી ગેંગની કરતુત CCTVમાં થઇ કેદ- જુઓ વિડીયો

અમદાવાદ(ગુજરાત): આજકાલ ATMની લુંટ અને ઠગાઈના બનાવો સતત વધી રહ્યા છે. ઉપરાંત, ATMમાંથી પૈસા કાઢવામાં કોઈ મદદ કરવાનું કહે તો ચેતવું જરૂરી છે. કારણ કે,…

અમદાવાદ(ગુજરાત): આજકાલ ATMની લુંટ અને ઠગાઈના બનાવો સતત વધી રહ્યા છે. ઉપરાંત, ATMમાંથી પૈસા કાઢવામાં કોઈ મદદ કરવાનું કહે તો ચેતવું જરૂરી છે. કારણ કે, તમે મદદ લેવામાં લૂંટાઈ શકો છો. હાલમાં આવા ગુનાઓને અંજામ આપનાર ગેંગ પોલીસ સંકજામાં આવી ગઈ છે. મદદના નામે ATM કાર્ડ બદલીને ઠગાઈ કરતી ગેંગના ત્રણ લોકોને ઈસનપુર પોલીસ દ્વારા ઝડપી પાડી ATM ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. ઇસનપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. જે. વી. રાણા, પી.એસ.આઇ. ડી. જે. લકુમની ટીમ દ્વારા શ્યામ રાઠોડ, સમસુદ્દીન મન્સૂરી અને સતીશ રાઠોડ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ ત્રણેય શખ્સો દ્વારા શહેરના અનેક લોકોને મદદના નામે છેતરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા ઘોડાસર વિસ્તારમાં ATMમાં પૈસા જમા કરાવવા ગયેલા મહિલાને ખાતામાં પૈસા જમા ન થતા પાછળ ઊભેલા વ્યક્તિએ મદદ કરવાનું કહીને ATM કાર્ડ બદલી 40 હજારથી વધુ રકમ ઉપાડી ઠગાઈ કરી હતી. જેના CCTV સામે આવતા પોલીસને એક આરોપીની ઓળખ થતા ગોવિંદવાડી પાસેથી સમગ્ર ગેંગની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં ATM નજીક ઊભા રહીને વૃદ્ધો કે મહિલાઓ જે ATMમાં પૈસા કાઢવા કે જમા કરાવવા જાય તો તેની પાછળ જઈને પીન નંબર જોઈ લેતા હતા. આ દરમિયાન, મદદ કરવાનું કહીને જે તે વ્યક્તિનું ઓરીજીનલ એટીએમ કાર્ડ લઈ લેતા હતા અને તેના જેવું કાર્ડ આપી ત્યાંથી રવાના કરી દેતા હતા. ત્યારબાદ જે તે વ્યક્તિના ઓરીજીનલ ATM કાર્ડમાંથી પૈસા કાઢી લઈ લોકોના નાણાં પડાવી લેતા હતા.

એટલું જ નહીં પરંતુ, ગઠિયા જે ભળતું કાર્ડ વ્યક્તિઓને આપતા હતા તે અગાઉ કોઈ સાથે ઠગાઈ કરી હોય તેનું કાર્ડ આપતા હતા. આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓ આ રીતે અનેક લોકોના ATM કાર્ડ બદલી ખાતામાંથી પૈસા ઉપાડી છેતરપિંડી આચરી ચૂક્યા છે. આરોપીઓ પાસેથી પોલીસ દ્વારા 13 ATM કાર્ડ, 40 હજાર રોકડ અને 4 મોબાઈલ અને ઓટો રિક્ષા સહિત 1.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી 4 ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

હાલમાં ઇસનપુર, કાગડાપીઠ અને માધુપુરા વિસ્તારમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપી શ્યામ અને સમસુદ્દીને અમદાવાદ શહેર સિવાય બાવળા, નડીયાદ તેમજ કલીકુંડથી અને ચાંગોદરથી આ પ્રકારે લોકોના ATM કાર્ડ બદલીને પૈસાની ઠગાઇ કરી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, બે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે, આવા 50થી વધુ ગુના આરોપીઓએ આચર્યા છે પણ ઘણા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ જ નથી. જો આ ફરિયાદ નોંધાય તો મોટું રેકેટ સામે આવવાની શક્યતા રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *