ગુજરાત(Gujarat): રાજ્યમાં અમદાવાદ(Ahmedabad) રહેતા અને ગાંધીનગર(Gandhinagar)માં નોકરી કરતા એક સોફ્ટવેર એન્જીનિયરે(Software engineer) દીવથી નશો કરેલી હાલતમાં કાર ચલાવી ઊનામાં અકસ્માતને અંજામ આપવામાં આવ્યો હતો. આ અકસ્માત(Accident) અંગેની પોલીસમાંથી મળતી વીગતો અનુસાર, અમદાવાદ શહેરમાં રહેતા અને ગાંધીનગરમાં સોફ્ટવેર એન્જીનિયર તરીકે નોકરી કરી રહેલા પુલકિત કિરીટભાઇ કાપડિયા પત્ની અને બે સંતાનો સાથે થર્ટી ફર્સ્ટ ઉજવવા પોતાની જ કારમાં જાતેજ કાર ડ્રાઈવ કરીને ગઇકાલે દીવ પહોચ્યા હતા અને આખો દિવસ ફર્યા હતા. પણ હોટલનું ભાડું વધારે હોવાને કારણે તેઓ ઊનાની હોટલમાં રોકાઇ આજે સવારે ફરી દીવ માટે ગયા હતા અને ત્યાં આખો દિવસ ફર્યા હતા.
ત્યારે સોફ્ટવેર એન્જીનિયરે પુલકિતે ત્યાં ચિક્કાર દારૂ પીધો હતો. તે વખતે પત્નીએ તેને જાતે કાર ડ્રાઇવ કરવાની હોઇ અને બે બાળકો સાથે હોવાથી દારૂ બહુ ન પીવા કહ્યું હતું જેને કારણે બંને વચ્ચે ઝઘડો અને બાદમાં મારામારી થઇ હતી અને ત્યાંથી તેઓ ઊના આવતા હતા ત્યારે રસ્તામાં પણ બંને ઝઘડતા હોવાનું જાણવા મળ્યું હતું.
ઊનાના દેલવાડા રોડ પર શાહ એચ. ડી. હાઇસ્કુલ પાસે પુલકિતે રોંગ સાઇડમાં પુલકિતે 2 બાઇકને જોરદાર ટક્કર મારી હતી અને ત્યાં કડિયા કામ કરતા 3 મજૂરોને નશાની હાલતમાં હડફેટે લીધા હતા. જેમાં ત્રણેય મજૂરો ઇજા પહોંચી હતી. જોકે, સાથે પત્ની અને નાના બાળકો હોવાને કારણે પુલકિત એકઠી થયેલી ભીડની ધોલધપાટથી બચી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.