કોરોનાવાયરસ ના ચક્કરમાં આજકાલ પ્રશાસનિક લાપરવાહી અને ભૂલો ઉજાગર થઇ રહી છે. બિહારની રાજધાની પટણામાં આ વખતે એવો મામલો સામે આવ્યો છે જ્યારે એક ઝોનમાં એવા અધિકારીની નિમણૂક કરવામાં આવેલી જેમનું મૃત્યુ હકીકતમાં બે વર્ષ પહેલા થઇ ચુક્યું હતું.
પ્રશાસનિક અધિકારીઓ માં બુધવારે તે સમયે ડરનો માહોલ છવાઇ ગયો જ્યારે એક અધિકારીનું મૃત્યુ થયું હોવાની ખબર પહેલા ની સાથે સાથે એ પણ ચર્ચા થવા લાગી કે અધિકારી નું મૃત્યુ કામના દબાણને કારણે થયું હતું. પરંતુ જ્યારે જિલ્લા પ્રશાસને અધિકારી નો ઇતિહાસ તપાસશો તો પુષ્ટિ થઈ છે અધિકારી રાજીવ રંજન જે ભવન નિર્માણ વિભાગમાં કાર્યરત હતા તેમનું મૃત્યુ બે વર્ષ પહેલા થઇ ચુક્યું હતું.
ત્યારબાદ પ્રશાસનિક અધિકારીઓ એ એવા અધિકારીનું નામ સામે આવવા ની તપાસ કરી તો ખબર પડી કે ભૂતકાળમાં રાજીવ રંજન ને મેજિસ્ટ્રેટના રૂપમાં કામ કર્યું હતું અને જિલ્લા પ્રશાસનના ડેટાબેઝમાં તેનું નામ હજુ સુધી હાજર હતું. એટલા માટે જ્યારે અધિકારીઓની નિમણૂક ની વાત આવી તો એમનું નામ પણ સામે આવ્યું.ત્યાર બાદ પરિવારજનોએ ત્યારે તેમનું દેહાંત થઈ ગયું હોવાની ખબર આપી તો શરૂઆતના મીડિયામાં કન્ફ્યુઝન ના કારણે પહેલા એ ખબર ફેલાઇ ગઇ કે અધિકારી નું મૃત્યુ બુધવારે સાંજે થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news