ગુજરાતમાંથી અકસ્માતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. મોટાભાગના અકસ્માતોની ઘટના માર્ગ પર અથવા તો હાઈવે પર જ બનતી હોય છે. અકસ્માતને કારણે કેટલાક લોકોને પરિવારજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે. આની સાથે જ હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં લઈ માસ્ક પહેરી રાખવા પર ભાર આપવામાં આવ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, કેટલાક બહાદુર લોકો હેલ્મેટ પહેર્યા વિના રખડતા હોય છે ત્યારે આ બહાદુરોને પકડી પાડીને આકરો દંડ ફટકારવામાં આવતો હોય છે. આની માટે હવે હેલ્મેટ પહેર્યા વિના ફરતા વીરો તથા હીરોને સાવધાન રહેવાની જરૂર છે. અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસની વિશેષ ડ્રાઇવ હેઠળ ટ્રાફિકના નિયમોનું પ્રજા પાલન કરે એ મહત્વનું છે.
પોરબંદરમાં રહેતા “હરિલાલ પરમાર”ના સ્કૂટરનેકુલ 1 વર્ષ અગાઉ જપ્ત કરી લેવામાં આવ્યુ હતું. એને છોડાવવા માટે હિરાલાલે ઘણી મહેનત કરવી પડી હતી. આથી ટ્રાફિકના નિયમોથી બચવા માટે તેમણે ઇલેક્ટ્રિક સાયકલ બનાવવાનું નક્કી કર્યું તથા માત્ર 5 દિવસમાં એમણે કુલ 5 કિલો વજનની સાયકલ બનાવી. હવે તેઓ એમની સાયકલ પર ચિત્તાકર્ષક રીતે ફરતા હોય છે.
હિરાલાલે જણાવતા કહ્યું કે, એમણે આ સાયકલ એમની જૂની સાયકલમાંથી બનાવી છે. બ્રેક દબાવવાથી પાછળની લાઈટ ચાલુ થઈ જાય છે. એમણે હેન્ડલમાં સ્પીડ મીટર પણ લગાવ્યું છે. એક વખત સાયકલની બેટરી ચાર્જ થયા બાદ સાયકલ કુલ 35 કિમી સુધીની મુસાફરી કરી શકે છે.
હરિભાઇએ ફક્ત 7 ધોરણ સુધી જ ગુજરાતી ભાષામાં અભ્યાસ કરેલો છે. એમના પૂર્વજોનો ધંધો દરજી કામ હતો. આ કરતી વખતે એમને ઇલેક્ટ્રોનિક્સમાં પણ રસ હતો. કેટલાંક વર્ષો પહેલા એમણે લાકડાનું વિમાન બનાવ્યું હતું. આ રીતે તેઓ ઘણા કામ કરતા હતા.
એમનું સ્કૂટર ડિટેન થઈ ગયું તથા એને છોડાવવા માટે ખુબ જ પ્રયાસ કરવા પડ્યા હતા. એમને એક વિચાર આવ્યો કે એવી સાયકલ બનવું કે, જેના પર ટ્રાફિકના નિયમો લાગુ ન પડે. એમણે ફક્ત 8 દિવસમાં જ ઇલેક્ટ્રિક સાયકલ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle