કાળજું કંપાવતો આપઘાત: સુરતમાં 20માં માળેથી પડતું મૂકતાં વૃદ્ધના તરબૂચની જેમ માથાના કુરચે કુરચા નીકળી ગયાં

Surat Crime News: સુરત શહેરમાં દિવસે ને દિવસે આપઘાતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. તેવી જ એક આપઘાતની ઘટના સુરતના સીમાડા નાકા પાસે આવેલા સેતુબંધ હાઈટ્સના 20મા માળેથી વૃદ્ધે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. વૃદ્ધ ક્યાંના અને કોણ છે તે જાણવા માટે પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે. જ્યારે આ વૃદ્ધે 19મા માળે પાણી પણ પીધું હોવાની (Surat Crime News) અને નીચે પટકાતા હોવાની ઘટના પણ CCTVના કેમેરામાં કેદ થઈ છે.

20મા માળેથી વૃદ્ધની મોતની છલાંગ
મળતી માહિતી અનુસાર, સીમાડા નાકા વિસ્તારમાં આવેલા સેતુબંધ હાઈટ્સના 20મા માળેથી મોડી સાંજે વૃદ્ધે મોતની છલાંગ લગાવી હતી. જેને પગલે સ્થાનિક રહેવાસીઓ ત્યાં દોડી આવ્યા હતા. અને આ મામલે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. સ્થાનિક સરથાણા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. સાથે જ 108 એમ્બ્યુલન્સને પણ બોલાવી લેવામાં આવી હતી.

પ્રાથમિક તબક્કે વૃદ્ધની ઓળખ થઈ ન હતી
સ્થળ પર પહોંચેલી પોલીસની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે આ વૃદ્ધની ઓળખ થઈ ન હતી. તેમણે 20મા માળે પોતાની ચપ્પલ અને લાકડી મુકી હતી. હાલ આ વૃદ્ધ ક્યાથી આવ્યા અને કોણ છે તથા કયા કારણોસર પગલું ભર્યું તે કોઈ જાણી શકાયું નથી.

19મા માળે પાણી પીધું હોવાનું CCTVમાં કેદ
સરથાણા પોલીસની ટીમ દ્વારા મૃતક વૃદ્ધની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આ વૃદ્ધ 19મા માળે એક ફલેટમાંથી પાણી લઇ પીતા હોવાનું પણ CCTVમાં કેદ થયું છે. જ્યારે નીચે પટકાવવાની ઘટના પણ CCTVમાં કેદ થઈ છે. સમગ્ર ઘટનાને પગલે મૃતક વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવ્યું છે.