વિફરેલા આખલાએ રસ્તે ચાલતા વૃદ્ધ મહિલાને હવામાં એવા ઉંચે ફંગોલ્યા કે, ધોળાદીવસે દેખાઈ ગયા તારા- જુઓ વાઈરલ વિડીયો

હિસાર(હરિયાણા): રખડતા ઢોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. હરિયાણાના હિસ્સા જિલ્લાના હાંસી શહેરમાં રખડતા ઢોર અને વાંદરાઓના આતંકને કારણે શહેરવાસીઓનું જીવવું મુશ્કેલ થઈ ગયું…

હિસાર(હરિયાણા): રખડતા ઢોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. હરિયાણાના હિસ્સા જિલ્લાના હાંસી શહેરમાં રખડતા ઢોર અને વાંદરાઓના આતંકને કારણે શહેરવાસીઓનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. આખલાના હુમલાના કારણે સૌથી વધુ શિકાર વૃદ્ધો બનતા હોય છે. આ દરમિયાન, શનિવારે હાંસી શહેરમાં વોર્ડ નંબર 9માં એક વૃદ્ધિ મહિલાને શેરીમાંથી પસાર થતી વખતે આખલાએ શિંગડાથી ઉઠાવીને જમીન પર પટકી દીધી હતી. જેથી ઘાયલ મહિલાને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવી પડી હતી.

જાણવા મળ્યું છે કે, મોટેભાગે વૃદ્ધ લોકોને આ ઢોર પોતાનો શિકાર બનાવે છે. વાંદરાઓની વસ્તી પણ વધી રહી છે અને જો નગર નિગમ દ્વારા કોઈ પગલાં ભરવામાં નહિ આવે તો ભવિષ્યમાં મુશ્કેલી વધી શકે છે. શનિવારે શહેરના ચૈતા મોહલ્લામાં વૃદ્ધ મહિલા દયાવંતીને આખલાએ જોરદાર ઉછાળીને પટકી દીધી.

આ 70 વર્ષીય ઘાયલ મહિલાને આસપાસના લોકો સારવાર માટે હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેમના માથા પર ટાંકા લેવા પડ્યા હતા. આ ઘટના એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. હાલ શહેરના લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, આવા હુમલા કરનારા પશુઓને પકડીને ગૌશાળામાં મોકલી દેવા જોઈએ. આ ઢોર રસ્તે ચાલતા લોકો પર હુમલા કરવા ઉપરાંત વાહન ચાલકો માટે પણ માથાનો દુ:ખાવો બની ગયા છે. આ ઉપરાંત, વાંદરાઓના વધતા આતંકથી પણ અનેક વિસ્તારના લોકો પણ પરેશાન થઈ ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ પહેલા પાણીપતના સોધાપુર ગામમાં આખલાએ 63 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરી તેમને ઘાયલ કરી દીધા હતા. ઘાયલ દીપચંદને તાત્કાલિક પાણીપતની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાંથી તેમને પીજીઆઇ રોહતકમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *