આ વ્યક્તિની ઢોસા બનાવવાની રીત જોઇને થઇ જશો દીવાના- લાખો લોકોએ જોયો આ વિડીયો

સોસીયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક ખાણીપીણીના વિડીયો આવતા હોય છે, જે લોકો પોતાના અનોખા અંદાજમાં બનાવતા જોવા મળે છે.…

સોસીયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક ખાણીપીણીના વિડીયો આવતા હોય છે, જે લોકો પોતાના અનોખા અંદાજમાં બનાવતા જોવા મળે છે. ત્યારે આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીયો જોઇને કોઈપણના મોઢામાં પાણી આવી જશે. આ વિડીયો પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા ઘણીવાર સોશિયલ મીડિયા પર રસપ્રદ વીડિયો પોસ્ટ કરે છે. આ વખતે આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર ડોસા બનાવતા એક વ્યક્તિનો વીડિયો શેર કર્યો છે.

સોસીયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં આ વ્યક્તિ બુલેટની ગતિએ ઢોસા બનાવતો નજરે ચડે છે. આનંદ મહિન્દ્રાએ શેર કરેલો આ વીડિયો દેશના લાખો લોકોએ જોઇને પસંદ કર્યો છે. તમને જણાવી દઈએ કે, 28 સેકન્ડની ક્લિપમાં એક માણસ તવા પર ઢોસા બનાવતો જોવા મળે છે. નોંધનીય છે કે, તેની ઢોસા બનાવવાની ઝડપ એવી છે કે તે રોબોટને પણ પાછળ છોડી શકે છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ઢોસા બનાવનારનો વિડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘આ વ્યક્તિ કામમાં રોબોટને પણ પાછળ છોડી શકે છે. હું તેને વારંવાર જોઈને થાકી ગયો છું. હવે મને ભૂખ લાગી છે.’

વિડીયોમાં, ઢોસા બનાવતા દુકાનદારને રસપ્રદ રીતે ઢોસા વાળી, ટુકડાઓ કરી પ્લેટમાં મુકતા જોઈ શકાય છે. દુકાનદાર આ બધું એટલી ઝડપ અને ચપળતાથી કરી રહ્યો હતો કે દરેકની નજર તેના પરથી હટતી નહોતી. આનંદ મહિન્દ્રાએ ફાસ્ટ ઢોસા બનાવતા દુકાનદારનો વીડિયો શેર કરીને તેની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે આ વ્યક્તિ રોબોટ કરતા વધુ ઝડપથી મસાલા ઢોસા બનાવી રહ્યો છે, આ કુશળતા માટે તેને સલામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *