હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. લાખો લોકોના મોત પણ આ મહામારીને કારણે થઈ ચુક્યા છે. ગુજરાતમાં પણ કોરોનાનો કહેર યથાવત રહેલો છે ત્યારે રાજ્યમાં આવેલ આણંદ શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં બ્લડ બેન્ક હોવા છતાં દેશમાં દર વર્ષે કુલ 25% જરૂરિયાતમંદ લોકો સુધી બ્લડ ન પહોંચવાને લીધે તેઓ મોતને ભેટે છે ત્યારે આણંદમાં જય પાનશેરિયા નામના યુવકે ચલાવ્યુ છે આવા દર્દીઓ તેમજ એમના પરિવારને મદદ કરવાનું અભિયાન.
જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં ગંભીર સ્તિથીમાં સારવાર કરાવતો હોય તેમજ ડોક્ટર દ્વારા એવુ જણાવવામાં આવે કે દર્દીને લોહીની જરુર રહેલી છે ત્યારે સૌથી પહેલા પરિવારજનો માટે લોહી ગમે તે સંજોગે એકત્ર કરવુ એ પ્રાથમિકતા હોય છે. સૌ પ્રથમ તો પરિવારજનો બ્લડ બેંકમાં લોહી લેવા માટે જાય છે પરંતુ ત્યાં મોટે ભાગે એવુ જોવા મળ્યુ છે કે, આણંદમાં આવેલ બ્લડ બેંકમાં સામે લોહી આપે તો જ બદલામાં લોહી આપવામાં આવે છે.
સોશિયલ મીડિયાનાં માધ્યમ દ્વારા વિવિધ બ્લડ ગ્રુપવાળા દર્દીને પહોંચાડે છે મદદ :
જય પાનશેરિયા જણાવતાં કહે છે કે, કોઈને B પોઝિટીવ તો કોઈને O પોઝિટીવ અથવા તો કોઈને A અને B પોઝિટીવ સહિત જુદી-જુદી જરુરિયાતવાળા દર્દી હોય ત્યારે અમે તમામ બ્લડ ગ્રુપ મુજબ વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ વોટ્સઅપ ગ્રુપમાં જે-તે બ્લડ ગ્રુપનાં લોકોને એડ કરવામાં આવ્યાં છે. જેઓ જ્યારે જરુર પડે ત્યારે બ્લડ આપવા માટે તૈયાર રહે છે.
ડોક્ટરે આપેલ સર્ટિફિકેટનાં આધારે અમે જે-તે ગ્રુપમાં બ્લડ ડોનરને જાણ કરીએ છીએ. એમાંથી જે વ્યક્તિ ફ્રી હોય એ પોતાનું બ્લડ આપવા માટે બ્લડ બેંકમાં આવી જાય છે.આ એટલા માટે કરવુ પડે છે કારણ કે, આણંદ ઈન્ડિયન રેડ ક્રોસની બ્લડ બેંકમાંથી બ્લડ યુનિટ લેવુ હોય તો સામે બ્લડ આપવુ પડે છે. ઘણીવાર જે બ્લડ ગ્રુપ જોઈતુ હોય તેની સામે એ જ બ્લડ ડોનેટ કરવું પડે છે એટલે કે, દર્દીના પરિવારજનની પાસે ઘણીવખત સમય ન હોય અથવા તો બ્લડ ગ્રુપ મેચ ન થઈ શકે એમ હોય ત્યારે એને બ્લડ બેંકમાંથી નિરાશા હાથ લાગે છે. તે બ્લડ માટે ફાફા મારતો રહે છે.
અમે એવા લોકોને બને એટલી ઝડપથી બ્લડ યુનિટ મળે એવા પ્રયત્ન કરીએ છીએ. એવા સંજોગોમાં અમે અમારા ગ્રુપના બ્લડ ડોનેટ કરતાં સભ્યને બ્લડ બેંકમાં મોકલીને બ્લડ ડોનેટ કરાવીએ છીએ. જેને લીધે બ્લડ બેંકની એ જરુરિયાત પૂર્ણ થાય છે તથા દર્દીને જે બ્લડ યુનિટ માંગ્યુ હોય એ માત્ર 1.5 કલાકમાં જ મળી જાય છે.
અમે પીપલ ટુ પીપલ લોકોને બ્લડ ડોનેટ કરવા માટે જોડવાનું કામ કરી રહ્યાં છીએ. અમે જે દર્દીને બ્લડ ડોનેટ કરીને મદદ કરીએ છીએ એમના પરિવાર અથવા તો સગાવ્હાલાઓને પણ બ્લડ ડોનેટ કરવાં માટેની અપીલ કરીએ છીએ. જેને કારણે ભવિષ્યમાં અન્ય કોઈને મદદ કરવી હોય તો અમે આ સભ્યોની પણ મદદ લઈ શકીએ છીએ.
ગયા વર્ષે આણંદના ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થયો હતો ત્યારે અમારી પાસે બ્લડ યુનિટની માંગ ખૂબ આવતી હતી. એકવખત વડોદરાથી મને કોલ આવ્યો હતો.જેમનુ A નેગેટીવ બ્લડ ગ્રુપ હતુ. એમને પ્લેટલેટ્સ આપવાના હતા ત્યારે મેં અમારા ગ્રુપના જૈનમભાઈને રાત્રે 3.30 કલાકે કોલ કરીને તત્કાલ બ્લડ ડોનેટ કરાવીને પ્લેટલેટ્સની જરુર પુરૂ કરી આપી હતી. ભાદરણમાં પણ એક મહિલાના દીકરાને ડેન્ગ્યુ થયો હતો.
એમનુ બ્લડ ગ્રુપ B નેગેટીવ હતુ. એમને રાત્રે 1.30 વાગ્યે જરુર પડી હતી. એમણે મારો સંપર્ક કર્યો હતો. જેને કારણે મેં મારા આણંદમાં આવેલ ઈસ્માઈલનગરના મિત્ર હનીફભાઈને બોલાવ્યા હતાં તેમજ કરમસદમાં આવેલ મેડિકલ હોસ્પિટલમાં પહોંચાડી એમના પ્લેટલેટ્સ લીધા હતા. એકવખત તો અમે રાત્રે 8 વાગ્યાંથી લઈને વહેલી સવારના 4 વાગ્યા સુધી બ્લડ ડોનેશનનું કામ કરીને કુલ 4-5 દર્દીને લોહીની જરુર પૂર્ણ કરી આપી હતી.
કદાચ એટલે પણ લોકો હવે મને ‘બ્લડ મેન’ તરીકે ઓળખે છે. આની માટે લોકોનો મને ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે. આ તમામ લોકોનો હું આભાર માનું છું. આણંદનાં અસંખ્ય લોકોને જીવન પ્રદાન કરવામાં મારી ટીમે પ્રભાવશાળી કાર્ય કરી બતાવ્યુ છે..
કોરોનાની મહામારીમાં કુલ 200થી વધારે લોકોને બ્લડ પહોંચાડી કરી મદદ :
જય પાનશેરિયા જણાવતાં કહે છે કે, કોરોના મહામારી આવી ત્યારે આણંદનાં લોકોના મનમાં એક ભય હતો કે હોસ્પિટલમાં ન જવાય. ત્યાં સંક્રમણ ફેલાવવાનો ડર ભય રહે. આવા વિચારને લીધે હું બ્લડ ડોનરને ખૂબ સમજાવતો. કારણ કે, હું પોતે જ એ સમયે બ્લડ આપવા માટે કરમસદમાં આવેલ મેડિકલમાં જતો હતો તેમજ હું મારા મિત્રોને કહેતો કે, હું હાલમાં જ બ્લડ ડોનેટ કરીને આવ્યો છું. કોઈ ચિંતા કરશો નહી. નિઃસંકોચ જાઓ તેમજ બ્લડ આપી આવો.
આની ઉપરાંત કોરોનામાં અમારી પાસે બ્લડની માંગ માટે દર્દીના પરિવારજનોના કોલ આવે ત્યારે અમે એમના સગા અથવા તો પરિવારને બ્લડ ડોનેટ કરવાં માટે તૈયાર કરતા હતાં. જેને લીધે એક દર્દીને કુલ 3 યુનિટ બ્લડની જરુર હોય ત્યારે અમે માત્ર 2 યુનિટ આપીએ તેમજ કુલ 1 યુનિટ એમના પરિવારજનનોની પાસેથી બ્લડ ડોનેટ કરાવીએ.
જય પાનસૂરિયાએ જણાવતાં કહ્યું હતુ કે, વર્ષ 2016માં સેવાનું આ કામ કરવાનું નક્કી કર્યુ હતુ. આજે કુલ 4 વર્ષ પૂર્ણ થયા છે. કોલેજકાળ વખતે મિત્રો સમય પસાર કરતા હતા ત્યારે વિચાર આવ્યો કે, આપણે સેવાનું કામ કઈ રીતે તેમજ શું કરી શકીએ?? ત્યારે અમે વિચાર્યુ કે, હોસ્પિટલમાં ગંભીર સ્તિથીમાં સારવાર મેળવતા દર્દીને ઘણીવખત લોહીની જરુર પડતી હોય છે તેમજ લોહી મેળવવા માટે પરિવારજનોને ખૂબ હાલાકી પડતી હોય છે. અમે માત્ર 3 મિત્રોએ આ સેવા કરવાની શરુઆત કરી હતી. હાલમાં 1,000થી વધારે લોકો અમારી આ સેવામાં જોડાઈને લોકોને મદદ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle