આજે પેલી એપ્રિલ હોવાથી લોકો સોશ્યિલ મીડિયામાં એપ્રિલ ફૂલ વાળા મેસેજ વાયરલ કરતા હોય છે. આવો જ એક મસેજ કરવો આનંદ ના યુવકને ભારે પડી ગયો. કોરોના વાયરસને લઇને સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉનને ખોરવવાનું અજાણ્યા વ્યક્તિને ભારે પડ્યુ છે. આણંદ પોલીસે એપ્રિલ ફૂલ ઇન એડવાન્સ પીડીએફ ફાઇલમાં લોકડાઉન સમર્થનનો મેસેજ વાયરલ કરનાર વિરૂદ્ધ મંગળવાર રાત્રે ગુનો દાખલ કર્યો છે.
કોરોના વાયરસને લઇને સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું. લોકો ઘરની બહાર ના નીકળે અને કોરોના વાયરસને રોકવા સરકારી તંત્ર કાર્યરત છે. આ સંદર્ભે એપ્રિલ માસ આવતા મિત્રો અને સગા સબંધિઓને એપ્રિલ ફૂલ બનાવવાાના મેસેજો વોટ્સઅપ પર સતત વાયરલ થઇ રહ્યા છે. આજ પ્રકારની મજાક કરતો મેસેજ અજાણ્યા યુવકે કર્યો હતો. આ યુવકે લોકડાઉન સમર્થન નામની પીડીએફ ફાઇલ બનાવી તેની અંદર એપ્રિલ ફૂલ ઇન એડવાન્સ નામનો મેસેજ મુક્યો હતો. આ મેસેજ ફરતો ફરતો આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇસ્પેક્ટર રામભાઇ વેલાભાઇના વોટ્સઅપ ઉપર પણ આવ્યો હતો.
પીએસઆઇ રામભાઇએ તેની જાણ અધિકારીઓને કરતા બનાવને ગંભીરતાથી લઇ પોલીસ ઇંસ્પેક્ટર આર ભાંભળાએ આ મેસેજ વાયરલ કરનાર અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી હતી. આ ગુનાની તપાસ આણંદ એસઓજીને સોપવામાં આવી છે.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/