અચાનક જ કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ થયો લીક, 50થી વધારે મહિલા…

આંધ્રપ્રદેશ(Andhra Pradesh)માં અનાકાપલ્લી(Anakapalli) જિલ્લાના અચ્યુતાપુરમ(Achyutapuram)ની કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ લીક(Gas leak) ​​થવાને કારણે 50 મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ગેસ લીક ​​થયા બાદ અહી…

આંધ્રપ્રદેશ(Andhra Pradesh)માં અનાકાપલ્લી(Anakapalli) જિલ્લાના અચ્યુતાપુરમ(Achyutapuram)ની કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ લીક(Gas leak) ​​થવાને કારણે 50 મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ગેસ લીક ​​થયા બાદ અહી હંગામો મચી ગયો છે. કેટલીક મહિલા કર્મચારીઓને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

હાલમાં તો પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કંપનીની અંદરથી લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે બ્રાંડિક્સના પરિસરમાં ગેસ લીક ​​થયો હોવાનું કહેવાય છે. લગભગ 50 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, બે મહિના પહેલા પણ આ જ પરિસરમાં ગેસ લીક ​​થયો હતો. અહીના સ્થાનિક લોકોએ જણાવ્યું કે, વારંવાર ઝેરી ગેસ લીક ​​થવાને કારણે ચિંતાનો માહોલ છે. આ સાથે જ મંત્રી AVSS અમરનાથ ગુડીવડાએ પણ પીડિતોને સારી સારવાર આપવાના નિર્દેશ આપ્યા છે.

ઝેરી ગેસથી પીડિત મહિલાઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તેમાંથી કેટલાકને ઉલ્ટી થઈ હતી અને કેટલાક બેહોશ થઈ ગયા હતા. તે જ સમયે, આંધ્ર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે જેથી તેઓ સ્થળનું નિરીક્ષણ કરી શકે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, કંપની પરિસરમાં હજુ પણ ગેસના કારણે વિચિત્ર ગંધ આવી રહી છે. અહીં રાત્રે લગભગ આઠ વાગ્યાના અરસામાં જ્યારે કેટલાક લોકો કેન્ટીનમાંથી કામ પર પાછા ફર્યા ત્યારે તેમને જણાયું કે કેટલીક મહિલાઓને ઉલ્ટી થઈ રહી હતી અને કેટલીક ખૂબ જ નર્વસ હતી. આવી મહિલાઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્યારથી પરિસરમાં તીવ્ર ગંધ અનુભવાઈ હતી. કેટલીક મહિલાઓની હાલત હવે સ્થિર છે. અહીં ગેસ લીક ​​થવાનું કારણ જાણવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *