ગુજરાત: ગઈકાલે CNG અને આજે PNGના ભાવમાં ઝીંકાયો તોતિંગ વધારો- જાણી લો નવો ભાવ

ગુજરાત(Gujarat): આસમાને પહોંચેલી આ મોંઘવારી(Inflation) લોકોને રડાવી રહી છે. ત્યાં દિવસેને દિવસે એક એક વસ્તુઓના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઈકાલના રોજ Adani એ…

ગુજરાત(Gujarat): આસમાને પહોંચેલી આ મોંઘવારી(Inflation) લોકોને રડાવી રહી છે. ત્યાં દિવસેને દિવસે એક એક વસ્તુઓના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઈકાલના રોજ Adani એ CNG ના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો હતો. ત્યારે હવે આજે અદાણી દ્વારા PNGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અદાણી ગેસે PNG માં પણ 89.60 રૂપિયાનો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવો ભાવ આજથી લાગુ પડશે.

અદાણી CNG પછી હવે PNG પણ મોંઘું થઈ ગયું છે. હવે અદાણી ગેસના 89.60 રૂપિયા વધારે આપવા પડશે. અદાણી PNG નો નવો ભાવ 1.50 MMBTU સુધી 1514.80 રૂપિયા થઇ ગયો છે. હવેથી 1.60 MMBTU કરતા વધુ વપરાશ પર 1542.80 રૂપિયા આપવા પડશે.

ગઈકાલે CNGમાં ઝીંકાયો હતો વધારો:
અદાણીએ ગઈકાલે CNG ના ભાવમાં વધારો ઝીંકી દીધો હતો. CNG ગેસમાં 1.99 રૂપિયાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો હતો. ત્યારે CNG નો જૂનો ભાવ 83.90 રૂપિયાથી વધારી નવો ભાવ 85.89 રૂપિયા લાગુ થઈ ગયો છે એટલે નાગરિકોના ખિસ્સા પર ભારે અસર પડશે.

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ સામાન્ય જનતાની મુશ્કેલી વધારી દીધી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુ પણ સતત મોંઘી થઈ રહી છે. મોંઘવારીને કારણે જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાની સપાટીએ પહોંચી ગયા છે. ત્યારે અદાણી દ્વારા CNG અને PNG ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.

જો વાત કરવામાં આવે તો ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલ અને LPG ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ-ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું હતું. તે અગાઉ જ CNG અને PNGના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *