સગાઇમાં જઈ રહેલી બસ ભેખડ પરથી ખીણમાં ખાબકતા 7 લોકોના કરુણ મોત, 45 લોકો ઘાયલ- ‘ઓમ શાંતિ’

આંધ્રપ્રદેશ(Andhra Pradesh)ના ચિત્તૂર(Chittoor)માં ગઈકાલે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત(Accident) થયો હતો. આ બસ અકસ્માતમાં 7 લોકોના મોત(7 killed in accident) થયા છે અને 45 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ડ્રાઈવરની બેદરકારીના કારણે ઝડપભેર બસ ભેખડથી નીચે ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માત તિરુપતિથી 25 કિલોમીટર દૂર બકરાપેટા પાસે થયો હતો.

અકસ્માતને પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અકસ્માતની જાણ પોલીસ પ્રશાસનને કરવામાં આવી હતી. જે બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમની સાથે ઘટનાસ્થળે હાજર લોકોએ પણ રાહત અને બચાવ કાર્યમાં મદદ કરી હતી. રાત્રિના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે વહેલી સવાર સુધીમાં બચાવ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.

બસ ખાઈમાં પડતાં અનેક વૃક્ષો સાથે અથડાઈ હતી. અકસ્માત જોનારા લોકો પીડિતોને બચાવવા દોડી આવ્યા હતા અને ચંદ્રગિરી પોલીસને જાણ કરી હતી. લગભગ 9 એમ્બ્યુલન્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) અને ફાયર બ્રિગેડના કર્મચારીઓની એક વિશેષ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. પોલીસે જણાવ્યું હતું કે અંધકાર અને ગાઢ જંગલને કારણે બચાવ કામગીરીમાં અડચણ ઉભી થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *