આવતીકાલથી બોર્ડના વિદ્યાર્થીઓની ખરી કસોટી- પરીક્ષા કેન્દ્ર જતા પહેલા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો

ગુજરાત(Gujarat): આવતીકાલથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ(Board exam) થશે. આવતીકાલે રાજ્યભરના બોર્ડના વિદ્યાર્થીઓની ખરી કસોટી છે. કોરોના પછી પહેલીવાર ધોરણ 10-12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 ની પરીક્ષા સવારે 10:00 થી બપોરે 1:15 વાગ્યા દરમિયાન યોજાશે, ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10:30 થી 1:45 વાગ્યા દરમિયાન યોજાશે. સાથે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા દરમિયાન યોજાશે. ત્યારે આ વર્ષે પણ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ નિયમો(Board Exam Rules) બનાવવામાં આવ્યા છે, જેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

જાણી લો બોર્ડની પરીક્ષા માટેના આ નિયમો:
વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રથમ દિવસે 30 મિનિટ વહેલા પરીક્ષા સ્થળમાં પ્રવેશ આપવામાં આવશે, ત્યારપછી 20 મિનિટ અગાઉ પ્રવેશ મળી શકશે. બોર્ડની પરીક્ષા હોવાને કારણે પરીક્ષા સ્થળોની આજુબાજુ કલમ 144 લાગુ રહેશે. જેથી ચારથી વધુ લોકો એકઠા થઇ શકશે નહિ. પરીક્ષાના સમય દરમિયાન ઝેરોક્ષની દુકાનો પણ બંધ રહેશે.

પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરાથી કડક નજર રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્રની આજુબાજુ લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કાર્ય સાથે સંકળાયેલા તમામને ઓળખપત્રો આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ પ્રતિબંધિત રહેશે અને સાથે કોઈપણ જાતના વિજાણુ ઉપકરણ સાથે પ્રવેશ મળી શકશે નહી.

વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ બહાર પીવાના પાણીની વ્યવસ્થા રહેશે અને પાણીની પારદર્શક બોટલ પણ સાથે રાખી શકાશે. સાથે બુટ, ચપ્પલ અને મોજા બ્લોક બહાર કાઢવા પડશે. રવિવારે એટલે કે આજરોજ વિદ્યાર્થીઓ વર્ગખંડના દરવાજાથી પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે. પરીક્ષા કેન્દ્રો સેનેટાઇઝેશન, હેન્ડવોશ તેમજ માસ્ક ફરજિયાત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *