ગયા વર્ષે જ્યારે કોરોના ઇન્ફેક્શનની પહેલી લહેર આવી ત્યારે મોદી સરકારે આખા દેશમાં લોકડાઉન કર્યું હતું. તેથી તે દરમિયાન દેશમાં આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું ન હતું. આ વખતે કોરોના ઇન્ફેક્શનની બીજી લહેર પહેલા કરતા પણ વધુ જોખમી છે. પરંતુ દેશમાં આઈપીએલ મેચ રમાઇ રહી છે. જેના માટે મોદી સરકારની આખી દુનિયામાં મજાક ઉડાવાઈ રહી છે.
હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, આઈપીએલ ફ્રેન્ચાઇઝીમાં ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ટીમનો રાજસ્થાન રોયલ્સનો ખેલાડી એન્ડ્રુ ટાય ટીમ છોડીને ઓસ્ટ્રેલિયા પાછો ફર્યો છે. એન્ડ્ર્યુ ટાય રાજસ્થાન રોયલ્સ ટીમમાં ઝડપી બોલર તરીકે ટીમનો ભાગ હતો.
આઈપીએલ છોડીને ઓસ્ટ્રેલિયા પાછા ગયેલા એન્ડ્ર્યૂ ટાયે આ મામલામાં આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે એક તરફ, ભારતના દર્દીઓ હોસ્પિટલોમાં પાયાની સુવિધાઓના અભાવે મરી રહ્યા છે. બીજી તરફ, આઇપીએલની ફ્રેન્ચાઇઝીઓ પાણીની જેમ પૈસા ઉડાવી રહી છે.
આ સાથે એન્ડ્ર્યુટાયે એમ પણ કહ્યું છે કે એક ખેલાડી હોવા છતાં પણ અમે સંપૂર્ણ સલામત છીએ. પરંતુ શું તેઓ ભવિષ્યમાં હજી વધુ સુરક્ષિત રહેશે? આરોગ્ય અવ્યવસ્થા અને અસુવિધાઓને કારણે હોસ્પિટલોમાં દાખલ લોકો સારવાર લઈ શકતા નથી. તેમ છતાં પણ ભારતની કંપનીઓ અને ફ્રેન્ચાઇઝીઓ આટલા પૈસા કેવી રીતે ખર્ચ કરે છે?
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ ટાયનું કહેવું છે કે જો આ રોગચાળા દરમ્યાન ક્રિકેટથી લોકોના જીવનમાં તણાવ ઘટે છે. તો પછી આ રમત ચાલુ રાખવાનો અર્થ છે. પરંતુ ભારતમાં આવું નથી થઇ રહ્યું. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં ચાલી રહેલ આઈપીએલનું આયોજન મોટા મૂડીવાદીઓ દ્વારા કરવામાં આવે છે. પરંતુ દેશમાં કોરોના મહાસંકટમાં મદદ કરવા માટે બહુ ઓછા મુડીવાદી ઉધ્યોગ્પતીઓ આગળ આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.