દેવામાં ડૂબેલા અનિલ અંબાણીએ ત્રણ ચીની બેંકો પાસેથી લોન કેસમાં તેમની સંપત્તિ વિશે મોટો ખુલાસો કર્યો છે. શુક્રવારે અનિલ અંબાણીએ બ્રિટિશ અદાલતમાં જણાવ્યું હતું કે, તેમની પાસે કોઈ મહત્વપૂર્ણ સંપત્તિ નથી. તેમનો ખર્ચ ખુબ જ ઓછો છે, અને આ ખર્ચ પણ પત્ની અને પરિવાર દ્વારા સંભાળવામાં આવે છે. આવકનો બીજો કોઈ સ્રોત પણ નથી. તે સરળ જીવન જીવે છે અને તે એક જ કારનો ઉપયોગ કરે છે. આ વાંચવાનું ચુકતા નહી: શું ખરેખર યોગી આદિત્યનાથ એ મુસ્લિમ મહિલાઓ વિષે કરી હતી કોમેન્ટ?
શુક્રવારે અનિલ અંબાણીએ બ્રિટિશ અદાલતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે તેમણે 9.9 કરોડ રૂપિયાના દાગીના વેચ્યા હતા અને હવે તેમની પાસે એવું કંઈ બાકી રહ્યું નથી. જ્યારે લક્ઝરી કારોના કાફલા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘આ બધી અફવાઓ મીડિયામાં આવી રહી છે. મારી પાસે ક્યારેય રોલ્સ રોયસ નહોતી. અત્યારે હું એક જ કારનો ઉપયોગ કરી રહ્યો છું.
તમને જણાવી દઇએ કે, ફેબ્રુઆરી 2012 માં રિલાયન્સ કોમે ત્રણ ચીની બેંકો પાસેથી 700 મિલિયન ડોલરથી વધુની લોન લીધી હતી, જેની પર્સનલ ગેરંટી અનિલ અંબાણીએ લીધી હતી. જો હવે કંપની નાદાર છે, તો બેંકોએ તેમને વ્યાજ સાથે રકમ વસૂલવા માટે દાવો કર્યો છે. ધીરનાર ઓદ્યોગિક અને વાણિજ્યિક બેંક ઓફ ચાઇના લિમિટેડ (મુંબઇ શાખા), ચાઇના ડેવલપમેન્ટ બેંક અને ચાઇના એક્ઝિમ બેંક છે. આ વાંચવાનું ચુકતા નહી: શું ખરેખર યોગી આદિત્યનાથ એ મુસ્લિમ મહિલાઓ વિષે કરી હતી કોમેન્ટ?
22 મે 2020 ના રોજ હાઈકોર્ટના જજ નીગેલે લંડનમાં અનિલ અંબાણી વતી ત્રણ ચાઇનીઝ બેંકોને 12 જૂન સુધીમાં 7.17 મિલિયન ડોલર ચૂકવવાનો ચુકાદો આપ્યો હતો, પરંતુ સમયસર ચુકવણી નહીં કરવામાં આવે તો બેંકોએ સંપત્તિ જાહેર કરવાની માંગ કરી હતી. ત્યારબાદ અદાલતે અનિલ અંબાણીને 29 જૂને વિશ્વભરમાં સંપત્તિ જાહેર કરવા આદેશ આપ્યો હતો.
તેમને એફિડેવિટમાં જણાવવાનું પણ કહેવામાં આવ્યું હતું કે, તે સંપત્તિઓમાં તેનો સંપૂર્ણ હિસ્સો છે અથવા તે સંયુક્ત રીતે તેમાંથી કોઈપણ માટે હકદાર છે. અહીં, ત્રણ ચીની બેંકોએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ અંબાણીની વિરુદ્ધ અન્ય તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરશે.
આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી