ભારતને ગુલામ બનાવનાર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડીયા કંપની હવે એક ગુજરાતીની ગુલામ

ભારત સહિત વિશ્વનાં મોટાભાગનાં હિસ્સા પર લાંબા સમય સુધી રાજ કરનાર કંપની, જેની પાસે ક્યારેક લાખોની ફોજ હતી. પોતાની ગુપ્તચર એન્જસી હતી તથા દેશોમાંથી ટેક્સ…

ભારત સહિત વિશ્વનાં મોટાભાગનાં હિસ્સા પર લાંબા સમય સુધી રાજ કરનાર કંપની, જેની પાસે ક્યારેક લાખોની ફોજ હતી. પોતાની ગુપ્તચર એન્જસી હતી તથા દેશોમાંથી ટેક્સ વસૂલ કરવાનો અધિકાર હતો. હવે આ ઈસ્ટ ઈન્ડિયા કંપની (East India Company) ના માલિક એક ભારતીય ઉદ્યોગપતિ બની ગયાં છે. કંપનીના નવા માલિક સંજીવ મહેતા (Sanjiv Mehta) છે. જે ભારતીય મૂળનાં મોટા ઉદ્યોગપતિ છે.  આની સાથે જ સંજીવ મહેતા એક ગુજરાતી સાહિસક છે. શું કહે છે તમારું આજનું રાશિફળ? વાંચો અહિયા ક્લિક કરીને 

અહી ઉલ્લેખનીય છે કે, ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના વર્ષ 1600 માં કરવામાં આવી હતી. એ સમયે એલિઝાબેથ (Queen Elizabeth I) બ્રિટનના પહેલાં મહારાણી હતાં. તેઓએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સમગ્ર વિશ્વમાં કારોબાર કરવાની મંજુરી આપી હતી.

શરૂઆતમાં તો આ કંપની ભારતમાંથી યુરોપમાં મસાલા, ચા તથા અસાધારણ વસ્તુઓ મંગાવતી હતી. કંપનીએ પોતાનો મોટાભાગનો કારોબાર ભારતીય ટાપુઓ તેમજ  ચીનમાં ફેલાવ્યો હતો. કંપની વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો પૂર્વનાં દેશોમાંથી પશ્ચિમમાં મોકલવા લાગી હતી.

વર્ષ 1857ની ક્રાંતિ પછી ઈસ્ટ ઈન્ડિયા કંપની વિખેરાઈ ગઈ હતી. કેમ કે એ સમયે કંપનીના સૈનિકોએ બ્રિટન તથા અંગ્રેજોની વિરુદ્ધ બગાવત કરી હતી પરંતુ એમ છતા કંપનીનું અસ્તિત્વ ટકી રહ્યું હતું. હાલમાં પણ આ કંપની વિશ્વની યાદ તથા ઈતિહાસના પાનામાં નોંધાયેલ છે.

ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ઓળખ એ સમયે એક દમનકારી કંપની તરીકે કરવામાં આવી હતી. જે હિન્દુસ્તાનીઓનું ઉત્પીડન કરતી હતી. વર્ષ 2003માં શેર ધારકોના એક ગ્રૂપે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ખરીદી લીધી હતી. તેઓએ એકવખત ફરીથી ચા તેમજ કોફી વેચવાનાં કારોબારની શરૂઆત કરી હતી. આ વાંચવાનું ચુકતા નહી: શું ખરેખર યોગી આદિત્યનાથ એ મુસ્લિમ મહિલાઓ વિષે કરી હતી કોમેન્ટ?

ગુજરાતી ઉદ્યમીએ બદલી ઓળખ :
ભારતીય ઉદ્યોગપતિ તેમજ મૂળ ગજરાતી સંજીવ મહેતાએ વર્ષ 2005માં કંપનીમાં પ્રવેશ કર્યો હતો. કંપનીને લક્ઝરી ટી, કોફી તથા ખાદ્ય પદાર્થોના વેપારમાં એક નવી બ્રાન્ડ બનાવીને કંપનીને નવી ઓળખ અપાવી હતી. કંપનીના માલિક સંજીવ મહેતાના જણાવ્યા પ્રમાણે, આ કંપનીએ ક્યારેય વિશ્વ પર રાજ કર્યું હતું. હાલમાં એના માલિક હોવા પર એક ભારતીય તરીકે તેઓને ગર્વ અનુભવાય છે.

વર્ષ 2010માં લંડનમા શરૂ કર્યો પહેલો સ્ટોર :

મહેતાએ નવી ઓળખની સાથે કંપનીનો પ્રથમ સ્ટોર લંડનનાં ધનવાન લોકોના વિસ્તાર ગણાતા મેફેરમાં શરૂ કર્યો હતો. નવા માલિક સંજીવ મહેતાનું જણાવવું છે કે, ભલે આ કંપની ક્યારેક પોતાની આક્રમકતા માટે જાણીતી હતી પણ હાલમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ઓળખ એક સંવેદનશીલ કંપનીના રૂપમાં થાય છે.

બહુ જ ખાસ છે 8 સપ્ટેમ્બરની તારીખ :
8 સપ્ટેમ્બરે સંજીવ મહેતાએ આ કંપનીના આર્મ્સ સેક્ટરમાં કામની શરૂઆત કરી. ત્યારબાદ કંપનીએ ટેક્સાસમાં સિક્કા બનાવવા માટેનાં કામની શરૂઆત કરી. આવામાં કંપનીના શેર ખરીદવાનો મતલબ મહેતા માટે ખુબ ભાવપૂર્ણ હતો. કેમ કે, આ કંપનીએ ક્યારેક ભારતને ગુલામ બનાવ્યો હતો તેમજ લાખો દેશવાસીઓએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.

 આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

How to Earn Money Online – 10 ways

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *