રાફેલ બિલ મામલે રોજ રોજ કંઈક ને કંઈક નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આજે એક ખૂબ જ મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર માર્ચ 2015માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ફ્રાન્સ સાથે 36 રાફેલ ફાઈટર એરક્રાફ્ટ ખરીદવાની ડીલ કરવાની જાહેરાત કરી હતી, એ સમયે અનિલ અંબાણી ફ્રાન્સના રક્ષા મંત્રી જિન વ્યેસ લે ડ્રિયાન સાથે મુલાકાત કરી હતી. અનિલ અંબાણી રક્ષા મંત્રી ની ઓફિસ પર મુલાકાત કરવા માટે ગયા હતા. આ દરમિયાન અનિલ અંબાણીએ ફ્રાન્સ ના રક્ષામંત્રીના મુખ્ય સલાહકાર સાથે મુલાકાત કરી હતી. અને ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી ખબર અનુસાર આ મુલાકાતમાં જીન કલાઉડે મૈલેટ, ઉદ્યોગ સલાહકાર ક્રિસ્ટોફર સોલોમન અને ટેક્નિકલ સલાહકાર જ્યેફરી બોયકોટ ને મળ્યા હતા.
ભારત સાથે ફ્રાન્સની ડીલ થાય એ પહેલા અંબાણી ની મુલાકાત પહેલેથી આયોજિત હતી અને ખૂબ જ ખાનગી રાખવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન એરબસ હેલિકોપ્ટર કે જેમાં અને ડિફેન્સ અને કોમર્શિયલ બંને હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે, તે ક્ષેત્રમાં પણ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જ્યારે અનિલ અંબાણી ફ્રાંસના રક્ષા મંત્રી ની ઓફિસે ગયા હતા ત્યારે તેમને ખ્યાલ હતો કે પ્રધાનમંત્રી મોદી 9 થી 11 એપ્રિલ ૨૦૧૫ દરમિયાન આવવાના છે. અહીં ઉલ્લેખનીય છે કે અંબાણી પ્રધાનમંત્રીના એ જૂથનો ભાગ હતા કે જેમાં પ્રધાનમંત્રી એરક્રાફ્ટની ડીલ નક્કી કરી- જેમાં પ્રધાનમંત્રી મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ એ સંયુક્ત નિવેદનો આપ્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે ૨૮ માર્ચ ૨૦૧૫ એ જ રિલાયન્સ ડિફેન્સ ને આ ડીલમાં સામેલ કરવામાં આવેલ અને આ જ સમયે અંબાણીની ઓફિસની મુલાકાત લીધી હતી. અને ત્યાં મુખ્ય અધિકારીઓને મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે રાખેલી પર નિયંત્રણ રાખવા CAG રિપોર્ટ બનાવવામાં આવ્યો છે. જે સોમવારે રાષ્ટ્રપતિને મોકલી દેવામાં આવ્યો છે. આજે મંગળવારે સંસદમાં કેગનો રિપોર્ટ મુકવામાં આવી શકે છે. આ રિપોર્ટમાં રાફેલ ની કિંમત નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેવી વાત પણ જાણવા મળેલ છે. કોંગ્રેસ સતત મામલે મોટો ગોટાળો થયો છે, તેમ સરકાર ઉપર હુમલાઓ કરી રહી છે અને ભાજપ સરકાર પારદર્શક દેખાડી રહ્યા છે.
કોંગ્રેસ કેગ રિપોર્ટ ની રાહ જોઈ રહ્યું છે અને કોંગ્રેસના કપિલ સિબ્બલ એ cag ના ચેરમેન પોતે સામેલ હતા. તેથી તેઓ જાણી જોઈને સરકારને ક્લિનચીટ આપી દેશે તેવો આરોપ પણ લગાવી દીધો છે, તેમણે ચેતવણી પણ આપી છે કે, અમે તમામ અધિકારીઓ ઉપર નજર રાખી રહ્યા છીએ, જે સરકારને વફાદાર બનવા મોટો ભ્રષ્ટાચાર છુપાવી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે એક કથિત પાત્ર જાહેર કર્યો છે જેમાં ભારતના રક્ષા મંત્રી અને ફ્રાન્સ વચ્ચે PMO દખલગીરી કરી રહ્યું હતું.