હાલ કોરોના દરમિયાન ગુજરાતમાં પાર્ટી કે ઉજવણી પર પ્રતિબંધ છે. ત્યારે આણંદના આંકલાવના મોટી સંખ્યાડ ગામના કોલોની વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં આજે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના સુમારે મળેલી બાતમીના આધારે આંકલાવ પોલીસ દ્વારા છાપો મારીને મ્યુઝિક સિસ્ટમ સાથે શરાબ અને શબાબની મહેફિલ માણતા 4 યુવતીઓ સહિત 13 શખ્શને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
આંકલવ પોલીસ દ્વારા આ પાર્ટીમાંથી વિદેશી દારૂ, મ્યુઝીક સિસ્ટમ, પાર્ટીનો સરસામાન અને લકઝરીયર્સ વાહનો મળી કુલ 20,03,300નો મુદામાલ કબ્જે કરી આંકલાવ પોલીસ મથક દ્વારા દારુબંધી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, મોટી સંખ્યાડ ગામના કોલોની વિસ્તારમાં આવેલા ખાનગી ફાર્મ હાઉસના હોલમાં શરાબ અને શબાબની મહેફિલ ચાલી રહી હતી અને ડીજેના મોટા અવાજે લોકો પાર્ટી કરી રહ્યા હતા. બાતમીના આધારે આંકલાવ પોલીસ દ્વારા છાપો મારી શરાબ અને શબાબની પાર્ટી માણી રહેલા સાઉથ વેસ્ટ દિલ્હીનાં વિજયકુમાર રીસબકુમાર શર્મા, મધ્યપ્રદેશના જબલપુરનાં સમીર સુરેશપ્રસાદ તિવારી, પ્રમોદ શંકરલાલ રાજપુતપરીતોષ સંતોષકુમાર વર્મા, શીશીર સુરેશપ્રસાદ તિવારી, ચમારા ગામનાં રાજેશભાઈ સામંતભાઈ પઢીયાર, અમદાવાદનાં ખેમરાજ સુરજદીન સોની, દિલ્હીનાં રાકેશ રવીકાન્ત સ્થાપક, મોટી સંખ્યાડનાં પુનમભાઈ અંબાલાલ સોલંકી, અમદાવાદની મોનીકા રમેશભાઈ શર્મા, હેતલ મનુભાઈ પરમાર, વડોદરાની સોનલબેન રામભાઈ દાંતી અને સીમાબેન રાજેશભાઈ તુલસીદાસ મીસ્ત્રી સહિત 13 જણાને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ 13 લોકોએ કોરોના મહામારીમાં પણ માસ્ક પહેર્યા વિના તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના રોગચાળો ફેલાય તેવી દહેશત હોવા છતાં મ્યુઝીક સિસ્ટમ સાથે શરાબ અને શબાબની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસ દ્વારા તેઓની પાસેથી મ્યુઝીક સીસ્ટમ, વિદેશી દારુ અને બીયરની બોટલો, પાર્ટીનો સરસામાન અને લકઝરીયર્સ વાહનો સાથે 20,03,300નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને દારુબંધી અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.