આણંદમાં આવેલી આંકલાવ હાઈસ્કુલમાં એક અઠવાડિયા પહેલા શાળાનાં વિદ્યાર્થીઓને રાજસ્થાનનાં શૈક્ષણિક પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ શિક્ષકો અશ્વીન પટેલ, બિપિન પટેલ અને વિપુલ પટેલ દ્વારા દારુનાં નશામાં એક વિદ્યાર્થીને ઢોર માર મારવાનાં આરોપ સાથે આજે પ્રવાસમાંથી પરત આવેલા વિદ્યાર્થીઓ દ્વારા હાઈસ્કુલમાં હોબાળો કરી સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.
શાળાનાં આચાર્ય દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ધટના સ્થળે દોડી જઈ વિદ્યાર્થીઓને શિક્ષકોને પોલીસ મથકે લઈ જતા વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ટોળુ પોલીસ મથકે પહોંચ્યું હતું. વિદ્યાર્થીઓ અને વાલીઓની ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કરવાની માંગ છે. ત્યારે શિક્ષકોના મારનો ભોગ બનેલા વિદ્યાર્થી તેની માતા અને અન્ય વાલી-વિદ્યાર્થીઓએ શિક્ષકો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
વિદ્યાર્થીએ જણાવ્યું: હું ખાલી પાણી પીવા ઉભો થયો ને સાહેબો મને મારવા લાગ્યા
શિક્ષકના મારનો ભોગ બનેલા કેયુર સાથે વાતચીત કરતા તેણે કહ્યું હતું કે, ત્રણ બસમાંથી અમારી જ બસને કેવરીયાજી કેમ ન લઇ ગયા. આ વિષય પર અમારી શિક્ષકો સાથે વાતચીત થઇ હતી. થોડીવાર પછી અન્ય વિદ્યાર્થીઓ બેસી ગયા પણ હું માત્ર પાણી પીવા માટે ઉભો હતો ત્યારે અચાનક દારૂ પીધેલા ત્રણેય શિક્ષકોએ મને માર મારવાનો શરૂ કરી દીધો. ત્રણેય મને ઉપરાછાપરી લાતો મારતા હતા. જેના કારણે મારા શરીરમાં કેટલીક ઇજાઓ પહોંચી છે.
વિદ્યાર્થીની માતાએ જણાવ્યું: છોકરાને કેમ માર્યો એમ પુછવા જતા સાહેબે મારા પર પણ હાથ ઉપાડ્યો હતો.
આ ઘટનાને પગલે વિદ્યાર્થીની માતાએ કહ્યું કે, મારા દિકરા પર દારૂ પીને શિક્ષકોએ હાથ ઉપાડ્યો હતો એટલે હું તેમને પુછવા ગઇ હતી કે, કેમ મારા છોકરાને માર્યો. તો બિપિનભાઈ સાહેબે મારા પર પણ હાથ ઉપાડ્યો હતો ત્યારબાદ અમે સાહેબને માર્યો છે. બિપિન સાહેબને કઇપણ કરીને સસ્પેન્ડ કરવા જરૂરી છે. સાહેબો પૈસાની ચોર છે.
વિદ્યાર્થીએ જણાવ્યું: અમને કેસરીયાજી કેમ ન લઇ ગયા, માત્ર આટલુ પુછવા પર મારા મિત્રને મારવા લાગ્યા
પ્રવાસમાં ગયેલા બીજા વિદ્યાર્થીએ કહ્યું કે, અમે લોકો અહીંથી પ્રવાસ ગયા ત્યારે અમારી પાસેથી 2200 રૂપિયા ઉઘરાવ્યા હતા. પછી ત્યા પહોંચ્યા બાદ પણ અમારી પાસેથી પૈસા ઉઘરાવામાં આવ્યા હતા. કુલ ત્રણ બસમાંથી બે જ બસ કેસરીયાજી લઇ ગયા હતા. અમારી બસને કેસરીયાજી ન લઇ ગયા. બધા જ વિદ્યાર્થીઓએ એકસરખા પૈસા આપ્યા હતા તો એ લોકોને લઇ ગયા અને અમને કેમ ના લઇ ગયા.
જ્યારે અમે સાહેબને કહ્યું કે, અમને કેમ નથી લઇ જતા તો બિપિનભાઈએ જણાવ્યું છે કે, તમારા મા-બાપે ક્યારેય તમને થ્રી-સ્ટાર હોટલમાં રાખ્યા છે અને દારૂ પીને ત્રણેય શિક્ષકો મારા મિત્ર કેયુરને મારવા લાગ્યા હતા. જ્યારે અમે છોડાવવા ગયા તો અમને ગાળો આપવા લાગ્યા હતા. ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કરો. ઉપરાંત ત્રણેયને અમારી સામે લાવો અને હાથ જોડીને માફી મંગાવો.
ગોપાલ સોલંકી નામના એક વાલીએ જણાવ્યું છે કે, છોકરાઓને પ્રવાસ પર મોકલ્યા હતા ત્યારે શિક્ષકોએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું છે. તેઓ પોતે જ પોતાના નિયમોમાં રહ્યા નથી. જો શિક્ષકો પોતે દારૂ પીતા હોય અને વિદ્યાર્થીઓ સાથે આવુ વર્તન કરતા હોય તો આવા શિક્ષકોની કોઇ જરૂર નથી. આંકલાવ હાઇસ્કૂલમાં આ પહેલા પણ એક ઘટના ઘટી છે જેમા શિક્ષક વિદ્યાર્થિનીને લઇને ભાગી ગયો હતો. હજુ સુધી પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી. જોકે સ્કૂલ તરફથી પોલીસ પ્રોટેક્શનની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત આચાર્ય અને ટ્રસ્ટી પણ શાળામાં હાજર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.