ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની 14 યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ(BJP)ની 160 ઉમેદવારોની 10 નવેમ્બરના રોજ પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. તો 4 નવેમ્બરના રોજ કોંગ્રેસ(Congress) દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી હતી. ત્યારે હવે કોંગ્રેસ પાર્ટી દ્વારા બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં વધુ 46 ઉમેદવારોના નામ પર સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે ઘણી એવી આશ્ચર્યજનક વાતો છે, જે હવે બહાર આવી છે. આ ચૂંટણીમાં ભરૂચ(Bharuch)ની અંકલેશ્વર(Ankleshwar) બેઠક પર બે સગા ભાઈ વચ્ચે જંગ જોવા મળશે.
બે સગા ભાઈ સામસામે લડશે ચુંટણી:
જો વાત કરવામાં આવે તો ચૂંટણી જંગ વચ્ચે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોમાં બે સગા ભાઈઓ વચ્ચેની જાણકારી સામે આવી છે. બંને ભાઈઓ વચ્ચે ચાલી રહેલા પારિવારિક વિખવાદનો કોંગ્રેસે ફાયદો ઉઠાવ્યો હોય તેવુ લાગી રહ્યું છે. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઈશ્વરસિંહ પટેલને ટિકિટ આપવામાં આવી છે તો તેની સામે કોંગ્રેસ દ્વારા વિજયસિંહ પટેલને પોતાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંને ભાઈઓ વચ્ચે ચાલતા પારિવારિક વિખવાદનો કોંગ્રેસે ફાયદો ઉઠાવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ યાદીમાં ભારતીય જનતા પાર્ટીએ 160 ઉમેદવારો જાહેર કર્યા છે. પરંતુ હજું 22 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. પરંતુ આ 160 ઉમેદવારોમાં 14 બેઠકો પર ભાજપ દ્વારા મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા 69 ધારાસભ્યોને રિપિટ કરવામાં આવ્યા છે, જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. તો 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.